ધો. 12 અર્થશાસ્ત્ર અને 10ની ગણિતની સીબીએસઈની પરીક્ષા ફરી લેવાશે


સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એક્ઝામીનેશન (સીબીએસઈ)ની ધોરણ-12ની અર્થશાસ્ત્ર તથા ધો.-10ની ગણિતની પરીક્ષા ફરી લેવામાં આવનાર છે. આ બંને પરીક્ષા ક્યારે લેવાશે તેની તારીખ હજુ સુધી નક્કી કરાઈ નથી.

સીબીએસઈની આ વર્ષની કેટલીક પરીક્ષાઓના પેપર ફૂટી ગયાની ચર્ચા છેડાઈ હતી અને કેટલીક ઘટનામાં પોલીસે તપાસ પણ શરૂ કરી છે. મીડિયા અહેવાલ મુજબ પરીક્ષાને કલંકમુક્ત રાખવા માટે આ નિર્ણય લેવાયો છે.

ધોરણ-12ના અર્થશાસ્ત્રની 27 માર્ચે અને ધોરણ-10ની ગણિતની પરીક્ષા 28 માર્ચ એટલે કે આજે યોજાઈ હતી. આ બંને પરીક્ષાઓમાં 28,24,734 વિદ્યાર્થીઓ બેઠા હતાં.

સીબીએસઈના જણાવ્યા અનુસાર આ વર્ષની ધોરણ-10ની પરીક્ષા માટે 16,38,428 અને ધોરણ-12 પરીક્ષા માટે 11,86,306 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા