Samsung Galaxy J2 (2017) ભારતમાં લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

Samsungએ ભારતમાં J સીરિઝનો નવો સ્માર્ટફોન Galaxy J2 (2017) લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત 7,390 રૂપિયા રાખી છે. યૂઝર્સ બ્લેક અને ગોલ્ડ કલરના ઑપ્શનમાં આ સ્માર્ટફોન ખરીદી શકશે.

Samsung Galaxy J2 (2017) ના ખાસ ફિચરની જો વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન સ્માર્ટ મેનેજરનની સાથે આવશે, જે ઑટોમેટિક મેમેરી મેનેજમેન્ટ કરશે, એટલે કે ડિવાઇસમાં રહેલી ડુપ્લીકેટ ફોટો ડિલીડ કરી દેશે અને સાથે જ APK ફાઇલ્સની પણ ડિલીટ કરી દેશે. આ સ્માર્ટફોન અલ્ટ્રા ડેટા સેવિંગ મોડની સાથે આવશે, જે કંપનીના દાવા અનુસાર યૂઝર્સના 50% ડેટા સેવ કરવામાં મદદ કરશે.

Galaxy J2 (2017) માં 4.7 ઇંચ QHD (540×960 પિક્સલ) સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેમાં 1GB રેમની સાથે 1.3GHz ક્વૉડ કોર Exynos પ્રોસેસર આપવામાં આવ્યુ છે. તેની ઇન્ટરનલ મેમરી 8GB ની છે, જેમાંથી માત્ર 4.3GB જ યૂઝર્સ એકસેસ કરી શકશે. મેમરી કાર્ડની મદદથી 128GB સુધીનું સ્ટોરેજ વધારી શકાશે.

ફોટોગ્રાફી સેક્શનની જો વાત કરવામાં આવે તો તેમાં રિયર ઑટોફોક્સ અને ફ્લેશની સાથે 5 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે જેમાં ફ્રન્ટ ફ્લેશની સાથે 2 મેગાપિક્સલ કેમેરા પણ છે. ક્નેક્ટિવિટી માટે તેમાં G, GPRS/ EDGE, 3G, Wi-Fi 802.11 b/g/n, Bluetooth 4.1, GPS, Glonass, USB OTG અને 3.5mm ઑડિયા જેક આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનનું વજન 130 ગ્રામ છે, સ્માર્ટફોનની બેટરી 2000mAh ની છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા