હવે સરકારી બેંકોમાંથી લોન લેવી બનશે સરળ

નાણાકીય વિભાગના સચિવ રાજીવ કુમારનું કહેવું છે કે વર્તમાન સુધારા બાદ ઇમાનદાર લોનધારકોને સાર્વજનિક ક્ષેત્રની બેંકમાંથી લોન લેવી સરળ બનશે. સરકારે આ સપ્તાહે બેંકિગ ક્ષેત્રમાં અનેક સુધારાની જાહેરાત કરી. સરકારનું કહેવું છે કે તે સાર્વજનિક ક્ષેત્રમાં 20 બેંકોમાં 31 માર્ચ પહેલા 88,139 કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેથી લોનને પ્રોત્સાહન આપી શકાય અને વૃદ્ધી પ્રક્રિયાને આગળ વધારી શકાય.

કુમારે કહ્યું છે કે સરકારની તરફતી જાહેર આ સુધારા પ્રક્રિયાનો મુખ્ય હેતુ લોનધારકોની પ્રમાણિકતાને પુરસ્કૃત કરવું અને સાચા ઇમાનદાર લોનધારકોની નાણાકીય જરૂરીયાતને સરળ બનાવવાનું છે.વિભિન્ન ફિનટેક ઉપાયો સાથે -સાથે દાખલ કરવામાં આવેલા જીએસટી રિટર્નથી પણ બેકોંમાં ચલણનો પ્રવાહ વિશે ઘણી માહિતી મળી શકશે. કુમારનું કહેવું છે કે આ આધાર પર બેંક લોન મંજૂરી વિશે નિર્ણય લઇ શકે છે.

તેમણે કહ્યુ કે ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાકી સુક્ષ્મ, લઘુ અને મોટા ઉદ્યોગો, એમએસએમઇ, નાણાકીય વ્યવહાર અને રોજગાર સર્જન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

24 જાન્યુઆરીએ ટ્વિટ કરીને રાજીવ કુમારે કહ્યું હતું કે દેશભરમાં 5 કિલોમીટરની અંદર બેકિંગ સુવિધા, મોબાઇલ એપના માધ્યમથી બેંકનો સંપર્ક કરો. તેમણે કહ્યું કે વર્તમાન સુધારો બાદ ઇમાનદાર લોનધારકો માટે સાર્વજનિક ક્ષેત્રની બેંકોથી લોન લેવી સરળ બનશે.

સરકારે આ સપ્તાહે બેંકિગ ક્ષેત્રમાં સુધારાઓની જાહેરાત કરી હતી. સરકારનું કહેવું છે કે તે સાર્વજનિક ક્ષેત્રની 20 બેંકોમાંથી 31 બેંકોમાંથી 31 માર્ચ પહેલા 88,139 કરોડ રૂપિયાનું રોકાણ કરશે જેથી લોનને પ્રોત્સાહન મળે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા