જાણો, ATMમાંથી નકલી નોટ નીકળે તો શું કરવું જોઈએ?

જો તમને લાગે છે કે તમારા પર્સમાં પણ નકલી નોટ હોઈ શકે છે તો તમે અંધારામાં છો. RBIએ તેના એન્યુઅલ રિપોર્ટમાં જણાવ્યું હતું કે 7,62,072 નકલી નોટો અંગે જાણકારી મળી છે જે પૈકી 96 ટકા નોટો કોમર્શિયલ બેન્ક્સ મળ્યા છે. તો હવે જાણી લો કે જો બેન્કમાં તમારી નોટ નકલી છે તેવું જણાવીને જપ્ત કરી લેવાય કે ATMમાંથી નકલી નોટ નીકળે તો શું કરવું જોઈએ…

કેશ ડિપોઝિટ કરતા સમયે જો બેન્કના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટ હોવાનું બહાર આવે તો તે નોટ તમારા ખાતામાં જમા નહીં થાય. આટલું જ નહીં તમને આ નોટ પરત પણ નહીં અપાય. RBIના નિયમ પ્રમાણે બેંક નકલી નોટોના ટ્રાન્ઝેક્શન બાબતમાં રિસીપ્ટ પણ આપશે.

RBIએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, ATMમાં કેશ નાખતા પહેવા ચેક કરી લો કે કોઇ નકલી નોટ લોડ ન થાય. અને ATMમાંથી કેશ ઉપાડતી વખતે જો નકલી નોટ નીકળે તો તમે કંઈ ખાસ નહીં કરી શકો. કસ્ટમર માટે આવી પરિસ્થિતિ અંગે કોઈ ખાસ ગાઈડલાઈન્સ નથી.

જો ATMમાંથી નકલી નોટ નીકળે તો ATMના CCTV કેમેરામાં જોવાનું ચૂકતા નહી, આ સાથે ATM ગાર્ડ, તે બેંકને અને RBI તથા પોલીસમાં ફરિયાદ દાખલ કરવાનું ભૂલતા નહી. ATMમાંથી નીકળેલી રિસીપ્ટ પણ સંભાળીને જરૂર રાખજો અને જો ફરિયાદની તપાસ દરમિયાન આ સાબિત થઇ જાય કે, નકલી નોટ તે જ ATMમાંથી નીકળી છે તે રૂપિયા પરત મળવાની સંભાવના રહેલી છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા