45 લાખ કર્મચારીઓને રાહત, બહારની હોસ્પિટલોમાં ૫ણ કરાવી શકશે સારવાર

સુપ્રીમ કોર્ટના ચુકાદાએ કેન્દ્ર સરકારના લગભગ 45 લાખ કર્મચારીઓને મોટી રાહત મળી છે. સીજીએચએસની પેનલે હોસ્પિટલોમાં સુવિધા નહીં હોવાની સ્થિતિમાં પેનલની બહારની હોસ્પિટલોમાં પણ જો સેવારત અથવા સેવાનિવૃત્ત કર્મચારી અથવા તેમના પરિવારજનોની સારવાર કરાવશે, તો તેમને ખર્ચ પાછો મળશે. એટલે કે સારવાર પર ખર્ચ કરવામાં આવેલી રકમ રિઈમ્બર્સ કરવામાં આવશે.

આ બાબતે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સરવાર અને રિઈમ્બર્સમેન્ટ વચ્ચે કોઈ અડચણ આવશે નહીં. આ અરજી ભારતીય મહેસૂલ સેવાના ભૂતપૂર્વ અધિકારી અને સુપ્રીમ કોર્ટના વકીલ શિવાકાંત ઝાએ દાખલ કરી હતી. શિવાકાંત ઝાએ 2003માં પોતાની હ્રદયરોગની બીમારીની સારવાર દિલ્હીમાં ફોર્ટિસ એસ્કોર્ટ્સ અને મુંબઈની જસલોક હોસ્પિટલમાં કરાવી હતી. પરંતુ સીજીએચએસના અધિકારીઓએ તે વખતે ખર્ચાયેલા 13 લાખ 80 હજારની રકમ રિઈમ્બર્સ કરવાનો ઈન્કાર કર્યો હતો. કારણ કે આ હોસ્પિટલ સીજીએચએસ પેનલમાં સામેલ ન હતી.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા