ટોલ ટેક્સને લઇ આવી ગયા એકદમ મોટા સમાચાર, ચોક્કસ જાણવા જેવા ખરા


ટોલ ટેક્સને લઇ પેસેન્જરને ટૂંક સમયમાં જ રાહત મળી શકે છે. નવી ટોલ નીતિમાં ટેક્સને પેસેન્જરની મુસાફરીના અંતર સાથે જોડાશે એટલે કે ટૂંકી મુસાફરી પર ઓછો ટોલ અને લાંબી મુસાફરી પર વધુ ટોલ. અત્યારે ટોલ પ્લાઝા પર એક નક્કી કરેલ ફી આપવી પડે છે, પછી ભલેને કોઇની મુસાફરી લાંબી હોય કે ટૂંકી. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે સેક્રેટરી યુદ્ધવીર સિંહ મલિક એ શુક્રવારના રોજ કહ્યું કે તેના માટે સરકાર ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે બંધ ટોલ નીતિની જગ્યાએ આપણે ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ દ્વારા ખુલી ટોલ નીતિ લાવી રહ્યાં છે જેથી કરીને તમે એટલો જ ટોલ ટેક્સ આપો, જેટલાની તમે મુસાફરી કરી છે.

તેમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં જ નવી નીતિ લાવી રહ્યા છીએ અને એક વર્ષની અંદર તેને લાગૂ કરવામાં સક્ષમ થઇ શકીએ છીએ. અમેરિકા, ઑસ્ટ્રેલિયા જેવા કેટલાંય દેશ અંતર આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ પર ટ્રાયલ કરી રહ્યાં છે.

મલિકે એમ પણ કહ્યું કે સુરતથી ગુજરાતના બીજા ભાગ માટે રોલ-ઑન-રોલ-ઑફ (Ro-Ro) ફેરી પર વિચાર કરાયો છે તેનાથી 600-700 કિલોમીટરની બચત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા સપ્તાહે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભરૂચના દહેજની વચ્ચે 615 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ રો-રો ફેરી સર્વિસની શરૂઆત કરી.

કાર્યક્રમમાં રેલવે બોર્ડ ચેરમેન અશ્વિની લોહનીએ કહ્યું કે અમદાવાદ અને મુંબઇની વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂરી થશે. તેમણે એમ પણ કહ્યું કે બીજી હાઇ સ્પીડ રેલ કોરિડોરની તૈયારી છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા