શાળાઓના આચાર્યો,શિક્ષકો અને કર્મચારીઓનુ દિવાળી વેકેશન બગડયું

-દિવાળી વેકેશનમાં ગમે ત્યારે ચૂંટણીની તાલીમ અંગે બેઠકમાં હાજરી આપવાના આદેશથી વેકેશનમાં બહારગામ જવાની

વડોદરા, તા.17 ઓકટોબર 2017,મંગળવાર

વિધાનસભાની આગામી ચૂંટણીએ શિક્ષકો અને આચાર્યો અને કર્મચારીઓનુ દિવાળી વેકશન પણ બગાડયુ છે.સરકારના એક પછી એક પરિપત્રોના કારણે શૈક્ષણિક વર્ષ દરમિયાન એમ પણ શિક્ષકો અને કર્મચારીઓ પર બીજી કામગીરીનુ ભારણ આવતુ હોય છે ત્યારે દિવાળી વેકેશનમાં પણ શિક્ષકો અને સ્ટાફ બહારગામ ના જઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

મળતી વિગતો પ્રમાણે વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓ માટે દિવાળી વેકેશનના સમયગાળા દરમિયાન ચૂંટણી પંચના આદેશ પ્રમાણે વહિવટીતંત્ર ગમે ત્યારે બેઠક બોલાવી શકે છે.તેવા સંજોગોમાં તમામ શાળાઓને આ અંગેનો પરિપત્ર મોકલવામાં આવ્યો છે.પરિપત્રમાં જણાવાયુ છે કે મુખ્ય ચૂંટણી અધિકારી, ગાંધીનગર દ્વારા દિવાળી વેકેશનના સમયગાળામાં ચૂંટણીને લગતી કામગીરી અને તાલીમનો કાર્યક્રમ યોજાઈ શકે છે.આવા સંજોગોમાં દિવાળી વેકેશનના સમયગાળામાં ચૂંટણી અધિકારીઓ દ્વારા અપાયેલા હુકમ પ્રમાણેે કામગીરી કરવાની રહેશે.

એક આચાર્યે નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું કે પરિપત્રમાં ક્યાંય સીધો ઉલ્લેખ નથી પણ શિક્ષકો અને આચાર્યોએ જો વેકેશન દરમિયાન જ્યારે પણ બેઠક યોજાય તો તેેમાં હાજરી આપવાની રહેશે.જેના કારણે શિક્ષકો અને આચાર્યો માટે વેકેશનમાં લાંબા સમય માટે અને દૂરના સ્થળોએ બહારગામ જવુ મુશ્કેલ થઈ ગયુ છે.કારણ, બેઠકમાં હાજર ના રહે તો સરકાર દ્વારા કાર્યવાહી થવાની પણ બીક રહેતી હોય છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા