JIOને ટક્કર આપવા Micromax મેદાનમાં, 97 રૂ.માં આપશે અનલિમિટેડ વોઈસ કોલ અને ડેટા


ભારતીય સ્માર્ટફોન ઉત્પાદક માઇક્રોમેક્સે મંગળવારે ભારતમાં એક હેન્ડસેટ લોન્ચ કર્યો છે. આ કંપનીનો પ્રથમ 4 જી ફીચર ફોન છે. આ ફોન સાથે, ગ્રાહકો અમર્યાદિત વૉઇસ કોલ ડેટા અને ઇન્ટરનેટ ડેટાનો લાભ લઈ શકશે. આ માટે, માત્ર રૂ. 97 પ્રતિ માસ ચૂકવવાના રહેશે. આના માટે BSNL સાથે ભાગીદારી કરી છે. Micromax Bharat 1ની કિંમત રૂ 2,200 છે. Micromax Bharat 1 હેન્ડસેટની સીઘી ટક્કર રિલાયંસ જીયોના જીયો ફોન અને કાર્બન-એરટેલની ભાગીદારી વાળા સસ્તા ફોન સાથે થશે.

લુક અંગે ચર્ચા કરીએ તો, Bharat 1 ફીચર ફોન બહુ જુનો હેન્ડસેટ છે. પરંતુ ડિવાઈસમાં ક્યુઅલકોમ ચીપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની મદદથી, 4 જી વીઓએલટીઇ ફીચર કામ કરે છે. Micromax Bharat 1માં ઇન્ડિયાની 22 પ્રાદેશિક ભાષાઓ સપોર્ટ કરે છે. તેની બેટરી 2000 એમએએચ છે

Bharat 1 એક ડ્યુઅલ સિમ ફીચર ફોન છે. તેમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરા અને ફ્રન્ટ પેનલ પર વીજીએ કૅમેરો આવેલો છે. Micromaxના સ્થાપક રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, “Bharat 1માં એકસાથે 100 લાઇવ ટીવી અક્સેસ કરવાની તાકાત ઘરાવે છે. આ ઉપરાંત, વીડિયો અને ગીતો સાંભળવાનો વિકલ્પ પણ છે. તમારે આ ફોનમાં 97 રૂપિયાનુ ટેરિફ પ્લાન કરાવવુ પડશે અને કઈ પણ જોઈ શકશો.

માઈક્રોમેક્સના સીઈઓ રાહુલ શર્માએ દાવો કર્યો છે કે, જો યુઝર્સ તે ફોન 1 અથવા 2 વર્ષ ઉપયોગ કરશે તે પછી Bharat 1, જીઓ ફોન કરતાં પણ સસ્તો થઈ જશે. પ્રથમ વર્ષમાં ગ્રાહકો માટે Micromax Bharat 1નો ઉપયોગ કરવાની અસરકારક કિંમત 3,364 રૂપિયા હશે. સરખામણી કરવા જઈએ તો જીઓ ફોન પણ વપરાશકર્તાઓને 3,336 રૂપિયામાં પડશે. પરંતુ જો ગ્રાહકો બન્ને ફોન 2 વર્ષ સુધી યુઝ કરે છે તો જીઓ ફોન 5,517માં અને Micromax Bharat 1ની કિંમત 4,528 રૂપિયા હશે.

Micromax Bharat 1 સમાન પ્રોડક્ટ ધરાવતાં રિલાયન્સ જિયો અને એરટેલને મજબૂત પડકાર આપવા જઈ રહ્યું છે. રિલાયન્સ જીઓ પાસે પહેલેથી 60 મિલિયન લાઇવ ફોન છે. કંપની ટૂંક સમયમાં ફોનની પ્રી-ઓર્ડર બુકિંગ શરૂ કરી શકે છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા