કર્મચારીઓ આનંદો... આ વર્ષે સકારાત્મક પગારવધારો થવાની શક્યતા

નવી દિલ્હીઃ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. આ વર્ષે તેમને 9થી 12 ટકા પગાર વધારાની શક્યતા છે. સારુ પ્રદર્શન કરનાર કર્મચારીઓનો પગાર વધારો કરવાની શક્યતા છે. પગાર વધારો થવામાં જીએસટી, નોટબંધીની કોઈ અસર પડશે નહીં. માનવ સંસાધન વિશેષજ્ઞોનું માનવુ છે કે, સારા કર્મચારીઓનો પગાર 15 ટકા વધી શકે છે.

શું છે સમગ્ર મામલો?
ચાલુ વર્ષમાં કર્મચારીઓના પગારમાં 9થી 12 ટકાનો વધારો થવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે કંપનીઓ સારુ પ્રદર્શન કરનાર કર્મચારના વેતનમાં વધારો કરશે. એફ.એમ.સી.જી, સીડી, રિટેલ, મીડિયા અને જાહેરખબર જેવા સબ-સકેટર આધારિત સેકટરોમાં આ વર્ષે સકારાત્મક પગાર વધારો થવાની શક્યતા દર્શાવી છે. ગ્લોબલ હંટના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, આ વર્ષે પગારવધારો 12 ટકા આસપાસ આપવામાં આવશે.

આ વધારે ગતવર્ષ કરતા વધારે છે. ઉંચા હોદાવાળા કર્મચારીઓના પ્રમાણમાં નાની પોસ્ટના કર્મચારીઓને વધારે ફાયદો કરવામાં આવશે. એન્ટલ ઈન્ટરનેશનલ ઈન્ડિયાના એમડીએ કહ્યું કે, 2016-17ની સરખામણીએ આ વર્ષ સારુ છે. આ વર્ષે નોટબંધી કે જીએસટીની કોઈ અસર પડશે નહીં.

ગતવર્ષે જીએસટી અને નોટબંધીના કારણે કર્મચારીઓને મંદીનો માર સહન કરવો પડયો હતો. પરંતુ આ વર્ષે બજારમાં નકારાત્મક અસર કોઈ છે નહી જેના કારણે કર્મચારીઓને ફાયદો થવાની શક્યતા છે. 2016-17ની સરખામણીએ 2018-19માં અર્થવ્યવસ્થામાં પણ વૃદ્ધી થઈ છે જેને ફાયદો તમામ ક્ષેત્રમાં જોવા મળશે.

આ ઉપરાંત તેમને કહ્યું કે પગાર વધારામાં બેંગાલુરુ અને દિલ્લીની સરખામણીમાં મુંબઈ, પુણે, ચેન્નઈ, હૈદરાબાદ અને કોલકાતાથી સારી હશે. આમ કર્મચારીઓ માટે આ વર્ષ ફળશે તેમ લાગી રહ્યુ છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા