રૂ. 3 લાખ વાર્ષિક અાવક છે તો સરકાર તમને અાપી રહી છે રૂ. 1.50 લાખની સબસિડી

જો તમારા પરિવારમાં સદસ્યોની સંખ્યા વધી ગઇ છે અને તમે ઘરની સાઇઝ વધારવા માંગો છો પરંતુ પૈસા ન હોવાના કારણે આ કામ નથી કરી રહ્યા તો તેમાં હેરાન ન થાઓ મોદી સરકાર તમારા જેવા લોકોને 1.50 લાખ રૂપિયા આપી રહી છે. જેથી તમે તમારા ઘરનું ઇનહાસમેન્ટ કરી શકો છો.

ખરેખરમાં આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જ ભાગ છે. પરંતુ આ બાબતે ઘણા ઓછા લોકોને માલૂમ છે. આ કારણે લોકો આ કંપોનેનન્ટનો ફાયદો નથી ઉઠાવી રહ્યા. રાજ્ય સરકાર પણ લોકોને આ યોજના અંગે પૂર્ણ જાણકારી આપી રહી છે. જો તમે આ યોજનાનો ફાયદો ઉઠાવવા માગો છો તો અમે તમને જણાવી દઇએ કે સરકાર કેવી શરતો સાથે 1.50 લાખ રૂપિયા આપે છે. જો તમે આ શરતો પૂર્ણ કરવા સક્ષમ છો તો તમે પણ પોતાના ઘરની સાઇજ વધારી શકો છો. સરકાર 1.50 લાખ રૂપિયાની સબસીડી એવા લોકોને આપે છે.

જેમની વાર્ષિક આવક રૂ. ત્રણ લાખ કે તેના કરતા ઓછી હોય. આ ઇનકમગ્રૂપને ઇકોનોમીક વીકર સેક્શન કહેવામાં આવે છે. જો તમારે ઇનકમ ત્રણ લાખ કે તેના કરતા ઓછી છે તો તમે આ સ્કિમનો ફાયદો ઉઠાવી શકો છો. આ સ્કિમનો લાભ ત્યારે જ મળી શકે છે. જ્યારે તમારી પાસે લગભગ 322 વર્ગ મીટરનો પ્લોટ હોય એટલેકે તમે તમારા ઘરને 322 વર્ગફૂટ સુધી વધારવા માંગો છે.

આ સ્કિમનો લાભ લેવા માટે મકાન કાચુ અથવા સેમી કાચુ મકાન હોવું જરૂરી છે. તમે તમારા કાચા મકાનને પાક્કુ કરવા માટે સરકાર પાસેથી રૂ.1.50 લાખ રૂપિયા લઇ શકો છો. જો તમારી પાસે 30 વર્ગ મીટર સાઇઝનો પ્લોટ છે અને તમારી ઇનકમ રૂ. ત્રણ લાખ છે તો સરકાર પાસેથી 1.50 લાખ લઇ તમે મકાન બનાવી શકો છો. તમને ચારથી પાંચ ભાગમાં 1.5 લાખ મળશે. જેમ-જેમ તમારૂ મકાન બનતું રહેશે તેમ-તેમ તમારા ખાતમાં 30 -30 હજાર રૂપિયા આવતા રહેશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા