કેવી રીતે, ક્યારે અને કેટલાં વાગે થશે આવતીકાલે JIO ફોનનું બુકિંગ, જાણો તમામ વિગતો

JioPhone જિયો સિમની જેમ જ ટેલિકૉમ માર્કેટમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. કાલથી (24 ઓગસ્ટથી) JioPhoneની પ્રી-બુકિંગ શરૂ થઇ જશે. રિલાયન્સ કંપનીનો ટાર્ગેટ એક અઠવાડિયામાં 40-50 લાખ જિયો ફોન વેચવાનો છે. અમે તમને જણાવીએ તમે કઇ રીતે કરાવી શકો છો JioPhoneનું બુકિંગ:

સૌથી પહેલા જણાવી દઇએ કે દેશના 700 જેટલા શહેરોમાં રિલાયન્સ ડિજિટલ સ્ટોર છે. આ સિવાય 10,772 જિયો સેન્ટર્સ છે, જ્યાંથી લગભગ 10 લાખ રિટેલર્સને કવર કરવામાં આવે છે. JioPhoneની બુકિંગ 2 રીતે કરી શકાશે. એક તો ઑનલાઇન અને બીજી ઑફલાઇન એટલે કે દુકાનોમાંથી JioPhoneની બુકિંગ કરી શકાશે.

JioPhoneની ઑનલાઇન બુકિંગના સમય અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી પરંતુ કેટલાક રિપોર્ટ્સ અનુસાર JioPhoneની બુકિંગ 24 ઓગસ્ટના સવારે 10 વાગ્યાથી શરૂ થશે. જો તમે JioPhone ઑનલાઇન બુક કરાવવા ઇચ્છો છો તો તમે MyJio એપ અથવા તો JIO.COM પરથી બુકિંગ કરાવી શકો છો. જ્યારે કેટલાક રિટેલર્સે પણ પ્રી-બુકિંગ શરૂ કરી દીધી છે. આ સિવાય તમે JioPhoneની પ્રી-બુકિંગ જિયો સ્ટોરમાંથી અથવા તો રિલાયન્સ ડિજિટલ સ્ટોરમાંથી પણ કરાવી શકો છો. આ પ્રી-બુકિંગ દરમિયાન તમારે કોઇ રૂપિયા આપવાની જરૂર નહી પડે.

JioPhoneની પ્રી-બુકિંગ કરવા માટે ગ્રાહકોએ પોતાના આધાર કાર્ડની ફોટો કૉપી અને એક ફોટો આપવનો રહેશે. ત્યારબાદ ફોન બુક થઇ જશે અને એક ટૉકન આપવામાં આવશે. ફોન ખરીદતા સમયે ગ્રાહકને ટૉકનની સાથે સિક્યોરિટી માટે 1500 રૂપિયા આપવા પડશે, જે 3 વર્ષ બાદ ફોન પરત કર્યા પછી મળી જશે.

તમને જણાવી દઇએ કે, એક આધાર કાર્ડ પર માત્ર 1 જ ફોન ખરીદી શકાશે.ફોનની ડિલીવરી 1-4 સપ્ટેમ્બરની વચ્ચે શરૂ કરવામાં આવશે, જોકે વધારે બુકિંગને કારણે ફોનની ડિલીવરી માટે મોડું થઇ શકે છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા