કર્મચારીના પરિવારને હવે પીએફ વિભાગ રૂા.૨.૫૦ લાખ આપશે

નોકરી દરમિયાન કોઈ દૂર્ઘટનાનો શિકાર બનનારા કર્મચારીના પરિવારજનોને પીએફ વિભાગ તરફથી ન્યુનત્તમ ૨.૫ લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. આ વ્યવસ્થા ૧૫ ફેબ્રુઆરીથી લાગુ પણ કરી દેવામાં આવી છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કર્મચારીઓ માટે કર્મચારી નિક્ષેપ સહબદ્ધ સ્કીમ (એમ્પલોઈઝ ડિપોઝીટ લિન્કડ ઈત્પસ્યોરન્સ) ચલાવે છે. તેના હેઠળ કાર્ય દરમિયાન દૂર્ઘટનામાં કર્મચારીનું મોત થવા પર વિભાગ વધુમાં વધુ છ લાખ રૂપિયાનું ચૂકવણું કરતો હતો. ન્યુનત્તમ રકમની કોઈ પણ જોગવાઈ નહોતી.

હવે વિભાગે સ્કીમમાં સંશોધન કરતાં ૨૧ ફેબ્રુઆરીએ નોટિફીકેશન જારી કયુ છે. હવે કામ દરમિયાન કર્મચારીનું મોત થવા પર પરિવારજનોને વિભાગ ન્યુનત્તમ રૂા.૨.૫ લાખનું ચૂકવણું કરશે. જો કે તેના માટે અમુક શરતો પણ રાખવામાં આવી છે. આ હેઠળ કર્મચારીને છેલ્લા ૧૨ મહિના સુધી ૧૫ હજાર સુધીના પગારનું ચૂકવણું થયું હોવું જરૂરી છે.

તેના પીએફ ખાતામાં ઝીરો બેલેન્સ ન હોવી જોઈએ. જો કે કોઈ કર્મચારીનો પગાર તેનાથી ઓછો છે તો તેને ૨.૫ લાખ રૂપિયાથી ઓછું ચૂકવણું કરવામાં આવશે. યારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફન્ડ સ્ટાફ ફેડરેશનના સલાહકાર રાજેશકુમાર શુકલાએ જણાવ્યું કે વિભાગની નવી વ્યવસ્થાથી મોટી સંખ્યામાં કર્મચારીઓના પરિવારજનોની સામાજિક સુરક્ષા વધશે. અત્યાર સુધી ન્યુનત્તમ રકમ ચૂકવણાની કોઈ જોગવાઈ નહોતી. ઈપીએફઓએ આ સારું પગલું ઉઠાવ્યું છે

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા