આ બજારમાં 1200 રૂપિયાના બદલામાં મળે છે 2000 રૂપિયાની નોટ


દેશમાં 8 નવેમ્બરના રોજ નોટબંધીનો નિર્ણય લાગુ થયા બાદ 500 અને 2000 રૂપિયાની નવી નોટ બજારમાં આવી હતી. પરંતુ તેના થોડા સયમ બાદ જ દેશના વિવિધ ભાગોમાંથી 500-2000ની નકલી નોટો પકડાવા લાગી હતી.

નોટબંધી બાદ આ સિલસિલો ચાલુ જ છે. બુધવારે જ દિલ્હીમાં 6 લાખ રૂપિયાના નકલી નોટ પકડાયા હતા. આગ્રામાં બાંગ્લાદેશ મહિલાઓ નકલી નોટની સપ્લાય કરતી પકડાઈ છે. જેમાં ચોંકાવનારી બાબત એ છે કે, જેટલા પણ લોકો નકલી નોટો સાથે પકડાયા છે, તેમની પાસે આ નકલી નોટ પશ્ચિમ બંગાળના માલદાથી આવી છે. માલદા નકલી નોટોનું હબ બની ચૂક્યું છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી પણ પોતાની તપાસમાં આ વાત માની ચૂક્યું છે. માલદા નકલી નોટની સપ્લાય બાંગ્લાદેશના રસ્તે જ થઈ રહ્યું છે.

રેલ અને રસ્તાની કોઈ કનેક્ટિવિટી ન ધરાવતા બાંગ્લાદેશ બોર્ડરથી નજીકની તમામ ચીજોએ માલદાને ફેક ઈન્ડિયા કરન્સી નોટ્સ કેપિટલમાં તબદીલ કરી દીધું છે. સૂત્રોની માનીએ તો, બોર્ડની બીજી તરફ નવાબગંજ છે. જ્યાં નકલી નોટ છાપવાનું કામ થાય છે. માલદા રેલના માધ્યમથી સીધા દિલ્હી, દક્ષિણી રાજ્ય, બિહાર અને ઉત્તર પ્રદેશથી જોડાયેલું છે. ત્યાં દેશ અને બીજા વિસ્તારો સુધી પહોંચવા માટે રસ્તો કે રેલથી 30 મિનીટનો સમય લાગે છે. માલદાથી ગંગા પાર કરીને ઝારખંડ પણ પહોંચી શકાય છે.

બાંગ્લાદેશથી પણ આવે છે નકલી નોટ
બાંગ્લાદેશ બોર્ડરથી પાસે આવેલું એક હિન્દુસ્તાની ગામનું નામ મોહબ્બતપુર છે. ગામના લોકો જણાવે છે કે, દિવસમાં એક વાર અહી બીએસએફની ટુકડી આવે છે. સૂત્રોએ કહ્યુ કે, સાંજે બોર્ડરની બીજી તરફથી નોટોના બંડલ ફેંકવામાં આવે છે. આ બંડલ 50 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું હોય છે. ગામના નાના-નાના બાળકો તે બંડલને ઉઠાવી લે છે.

આ કામમાં બાળકોનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે, પકડાયા બાદ તેમને જુવેનાઈલ એક્ટ અંતર્ગત ઓછી સજા થઈ શકે. આ બંડલોને લઈને એક વ્યક્તિ અંદાજે 1 કિલોમીટર સુધી ચાલે છે. વચ્ચે વચ્ચે જગ્યા બદલાતી રહે છે, જ્યાં બંડલ સોંપવામા આવે છે. અહી આ પેકેટ પરક્કા પહોંચી જાય છે. રેલવે સ્ટેશન પાસે હોવાને કારણે દિલ્હી, દક્ષિણ ભારત, બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી આ નોટ આસાનાથી પહોંચી જાય છે. લઈ જવામાં પણ કોઈ તકલીફનો સામનો કરવો પડતો નથી.

1 હજાર રૂપિયામાં મળે છે 2 હજારની નોટ
કેટલાક સૂત્રોએ જણાવ્યું કે, નકલી નોટમાં સૌથી વધુ ડીલિંગ 2 હજાર રૂપિયાની નોટમાં થાય છે. થોડા સમય પહેલા સુધી 2 હજાર રૂપિયાની નોટ આસાનીથી એક હજાર રૂપિયામાં મળી રહી હતી. પરંતુ તેની ડિમાન્ડ વધી જવાને કારણે નકલી નોટનો ભાવ પણ વધી ગયો છે. હવે 2 હજાર રૂપિયાની નોટ 1200 રૂપિયાથી ઓછા ભાવમાં નથી મળતી. તો 500 રૂપિયાની નોટ 250થી 300 રૂપિયામાં મળી રહી છે. 100 રૂપિયાની નોટની વાત કરીએ, તો તેની ડિમાન્ડ ઓછી છે. પંરતુ એવું નથી કે આ નોટ નથી મળતી. 100 રૂપિયાની એક નોટની કિંમત માલદાના બજારમાં 45 રૂપિયા છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા