સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર: હવે પગાર પંચ જ અદ્ધરતાલ

સરકાર પગાર પંચનાં બદલે પગાર વધારા માટેની એક ચોક્કસ સિસ્ટમ લાવવાનું વિચારી રહી છે જેને ઓટોમેટિક પે રિવિઝન કહે છે

Highlights

  1. સાતમાં પગાર પંચ બાદ કોઇ પગાર પંચ નિમવામાં નહી આવે
  2. કેન્દ્ર સરકાર નવી વ્યવસ્થા બનાવવાની દિશામાં કામ કરી રહી છે
  3. નવી વ્યવસ્થામાં ઓટોમેટિક પે રિવિઝન સિસ્ટમ હેઠળ વધશે સેલેરી

નવી દિલ્હી : સરકારી નોકરી ધારકોને સાતમાં પગાર પંચ દ્વારા સરકાર ખુશી આપી શકે છે પરંતુ સાથે સાથે એક મોટો ઝટકો પણ આપી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા છે કે 1 એપ્રીલથી સરકારી કર્મચારીઓને 7માં પગાર પંચ હેઠળ વધીને સેલેરી મળશે. કેન્દ્રની મોદી સરકાર સરકારી કર્મચારીઓનાં માટે ઓછામાં ઓછા પાગરને 18 હજારથી 21 રૂપિયા સુધી બનાવવાની યોજના બનાવી રહી છે.
જો કે હવે કોઇ પગાર પંચ નહી નિમાય
સુત્રો અનુસાર સાતમું પગાર પંચ છેલ્લું પગાર પંચ હશે ત્યાર બાદ કોઇ જ પગાર પંચ નહી આવે. આ ખુબ જ ચોંકાવનારા સમાચાર છે. અમારી સહયોગી વેબસાઇટ Zee Bussinessનાં અનુસાર સરકાર આ દિશામાં કામ કરી રહી છે. 68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેંશન ધારકોનાં માટે એક એવી વ્યવસ્થા બનાવવામાં આવે કે જેનાં કારણે 50 ટકાથી વધારે ડીએ થાય તો સેલેરીમાં ઓટોમેટિક વધારો થઇ જાય.આ વ્યવસ્થાને ઓટોમેટિક પે રિવિઝન સિસ્ટમ નામથી ઓળખવામાં આવી શકે છે.
જો કે કર્મચારીઓનું માનવું છે કે પગાર વધારાની હાલની ભલામણોનાં કારણે તેમનાં માટે સન્માનપુર્વક જીવવું મુશ્કેલ થઇ જશે. હવે સવાલ એ છે કે સાતમાં પગાર પંચની આ ગુંચ કઇ રીતે ઉકલશે. તેનાં માટે હાલ 1 એપ્રીલ સુધી રાહ જોવી પડશે. જો કે સરકારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકાથી વધારીને 3 ગણું કરવામાં આવી શકે છે. જેનાં હેઠળ મિનિમમ પગાર 18 હજાર રૂપિયા થાય છે. જો કે વિવિધ કર્મચારી યુનિયન તેને વધારીને 2.57 એટલે કે 26000 કરવાની માંગ કરી રહ્યા છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા