સરકારી કર્મચારીઓની વયમર્યાદા 55 કરાય તો લાખો બેરોજગારો માટે ઉજળી તક

- માર્ચ-17માં નાણામંત્રીને રજૂઆત કરાઇ હતી જે અંગે ફેર રજૂઆત

ભાવનગર, તા. 03 એપ્રિલ 2018, મંગળવાર

સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓની વય મર્યાદા ૫૫ કરવા અંગે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ફેર રજૂઆત કરાઇ હતી અને યોગ્ય નિર્ણય લેવાય તો લાખો બેરોજગારોને ઉજળી તકની આશા જીવંત બની શકે.

તાજેતરમાં મધ્યપ્રદેશના રાજ્યમાં સરકારી કર્મચારીઓને વય મર્યાદા બાબતમાં જે અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે તે અનુસંધાને ગુજરાત રાજ્યના અમદાવાદ વિભાગના મહાનગરપાલિકાના કર્મચારીઓએ મુખ્યમંત્રી સમક્ષ વય મર્યાદા ૬૫ વર્ષની કરવા બાબતે જે રજૂઆત અને માંગણી છે તે બાબતે અગાઉ માર્ચ-૨૦૧૭માં ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ તથા વાલીઓની સહી કરાવી અને તેના તમામ પુરાવા સાથે અગાઉ ગુજરાતના નાણામંત્રી નિતિનભાઇ પટેલ તરફથી સરકારી કર્મચારીની વય મર્યાદા વધારવા જાહેરાત કરી હતી.

ત્યારબાદ રજૂઆત તુરત જ કરવામાં આવેલ હતી. સરકારી કર્મચારીની નોકરીના વર્ષ છેલ્લા ૫૦ વર્ષ ઉપરાંતથી દરેક સરકારી કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હેઠળ આવતી તમામ સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, નિગમ, પંચાયત આ દરેક સરકારી સંસ્થાઓમાં નોકરીના વર્ષ પેન્શન પાત્ર ૩૩ વર્ષ નક્કી કરેલા છે. અને ૩૩ વર્ષ ઉપરાંતની જેટલી ફરજ બજાવવામાં આવે છે તે વર્ષના નિવૃત્તિ સમયે ૩૩ પછીના વર્ષના કોઇપણ પ્રકારના હક્ક હિસ્સા એટલે કે ગ્રેચ્યુઇટીની ગણતરી કરવામાં આવતી નથી.

ગુજરાતમાં ભાવનગર જિલ્લા સહિત દર વર્ષે ધોરણ-૧૨થી યુનિવર્સિટી તેમજ કોલેજો અને બી.પી.આઇ.ટી.માંથી લાખોની સંખ્યામાં દર વર્ષે જુદી જુદી પ્રકારની ડિગ્રીઓ મેળવી અને શિક્ષિત બેરોજગારની સંખ્યામાં દિન પ્રતિદિન ખુબજ વધારો થતો જાય છે.

આ દરેક ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી સરકારી નોકરી મળવાની આશાએ પોતે જાતે અને તેમના માતા પિતા ખુબજ સરકારી નોકરીની રાહ જોતા હોય છે. તેવા સમયે ખરેખર તમામ તત્વ ચિંતકો અને બુદ્ધિજીવી વર્ગને ધ્યાને લઇ અને સરકારી નોકરીના જે ૩૩ વર્ષ નક્કી કરેલા છે તેટલી જ સેવા અને ફરજ લેવામાં આવે તો અભ્યાસ અનુસાર ડીસેમ્બર-૨૦૧૮ સુધીમાં રાજ્ય સરકાર તેમજ બોર્ડ, નિગમ, પંચાયત આ દરેક સંસ્થાઓમાં લાખોની સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થઇ શકે છે.

જેથી વય મર્યાદા કરતા માત્ર પેન્શન પાત્ર નોકરીના ૩૩ વર્ષ જ નક્કી કરવામાં આવે તો આગામી માત્ર થોડા સમયમાં જ અનેક શિક્ષિત બેરોજગારને ઉપરોક્ત દરેક સરકારી સંસ્થામાં નોકરીનો લાભ મળી શકે તેમ હોય અમારી ઉપરોક્ત રજૂઆતને સહાનુભૂતિ પૂર્વક અને વિદ્યાર્થીઓના અને રાજ્યના ભાવિ વિકાસને લક્ષકમાં લઇ નિર્ણય કરવા ફેર રજૂઆત કરાઇ છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા