LED ટીવી થશે સસ્તા, સરકારે ઘટાડી કિંમતો

જો તમે નવું એલઇડી ટીવી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે એક ખુશખબર છે. સરકારે આયાત થતા એલઇડી ટીવીની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને એલઇડી ટીનીની કિંમતો વધારવામાં આવી હતી. પરંતુ આ વખતે સરકારે ટીવી પર લાગૂ થતી ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે.

નાણાં મંત્રાલયે એક સૂચનમાં જણાવ્યું છે કે સરકારે 15.6 ઇંચના ઓપન સેલ ડિસ્પ્લે પર ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરી દીધી છે. જે પહેલા 10 ટકા હતી. સરકારે ગત બજેટમાં ઓપન સેલ પેનલ પર 10 ટકા ડ્યુટી લાદી હતી, જ્યારે તેની પહેલા કોઇ ડ્યૂટી લાગતી ન હતી.

તે પછી કંપનીઓએ ટીવીની રિટેઇલ કિંમતો 5 થી 6 ટકા વધારી દીધી હતી. સાથે જ ડ્યૂટી વધવાથી રોજગારની નવી તકો પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરી હતી. તદેમણે કહ્યું હતું કે ઇમ્પોર્ટ ડ્યુટી વધવાથી ભારતમાં તૈયાર કરવાની જગ્યા તૈયાર ટેલિવિઝન સેટ આયાત કરવાથઈ સસ્તુ રહેશે.

ઓપન સેલ પેન્લ્સના મામલે કંપનીઓ દેશમાં બનતા એલઇડી ટીવીમાં એસેમ્બલ કરે છે જે એલઇડી ટીવી માટે જરૂરી પાર્ટ છે. સેમસંગ, એલજી અને પેનાસોનિક જેવી કંપનીઓ ગત બે મહિનાથી આ રૂટનો જ ઉપયોગ કરી રહી છે અને તેણે ઓપન સેલ એસેમ્બલિંગમાં પણ ઘણું રોકાણ કર્યુ છે.

સરકાર દ્વારા ફિનિશ્ડ ટેલિવિઝન સેટ્સ અને ફિનિશ્ડ ટેલિવિઝન પેનલ પર ક્સ્ટમ ડ્યૂટી વધારીને ક્રમશ 20 અને 15 ટકા કરવામાં આવ્યાં બાદ આ નિર્ણય લીધો હતો.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા