નોટબંધી બાદ મોદી સરકારનો આ જબરદસ્ત માસ્ટર પ્લાન! બધા સાવધાન થઇ જજો

વૈશ્વિક એજન્સી મૂડીઝના રેટિંગ અપગ્રેડ અને આની પહેલાં વર્લ્ડ બેન્કની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગની યાદીમાં 30 પાયદાનના ઉછાળાથી ઉત્સાહિત મોદી સરકાર એક અબજ-એક અબજ-એક અબજના અનોખા અને મહત્વકાંક્ષી વિઝન પર કામ કરવા માટે આગળ વિચારી રહી છે. જો કે મૂડીઝ અને વર્લ્ડ બેન્ક નોટબંધી, જીએસટી અને આધાર લિંકિંગ જેવા પગલાંના વખાણ કર્યા છે.

એક અબજ – એક અબજ – એક અબજ વિઝનમાં એક અબજ યુનિક આધાર નંબરોને એક અબજ બેન્ક ખાતાઓ અને એક અબજ મોબાઇલો સાથે જોડવાની યોજના છે. સત્તાવાર સૂત્રોના મતે સરકારે આ લક્ષ્ય નોટબંધીના લીધે 6 લાખ કરોડ રૂપિયાની મોટી નોટોને ચલણમાંથી બહાર થઇ જવા અને બેન્ક ખાતા ખોલાવા અને ડિજીટલ પેમેન્ટસના વધતા ચલણને ધ્યાનમાં રાખતા નિર્ધારિત કરાયો છે.

પબ્લિક સેકટરમાં એ ચર્ચાની ખૂબ થઇ રહી છે કે ‘1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ’નો આંકડો ટૂંક સમયમાં જ પૂરો કરી લેવાશે. જો કે તેના માટે કોઇ તારીખ નક્કી કરાઈ નથી. આ ફાઇનાન્સિયલ અને ડિજીટલ મેનસ્ટ્રીમને વિસ્તાર આપવાની દિશામાં મોટું પગલું હશે. સત્તાવાર આંકડાઓના મતે સપ્ટેમ્બર 2017ના અંત સુધીમાં મોટી નોટ અંદાજે 12 લાખ કરોડ રૂપિયાનું મૂલ્ય રહી ગયું જે નવેમ્બર 2016મા 15.44 લાખ કરોડ રૂપિયાનું હતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. એક સૂત્રએ કહ્યું કે હવે (નોટોની) સંખ્યા લગભગ એટલી જ રહી ગઇ છે.

જે દરથી કેટલીક ખાસ નોટોની સંખ્યા વધી રહી હતી, તેનાથી અત્યાર સુધીમાં તેનું મૂલ્ય 18 લાખ કરોડ રૂપિયાની પાર થઇ ગયું હોત, પરંતુ હવે તે ઘટીને 6 લાખ કરોડ રૂપિયા સુધી રહી ગઇ. એક સૂત્રએ કહ્યું કે મોટા મૂલ્યનું ચલણ કે અન્ય નોટોની કોઇ કમી નથી. આ જે ઘટાડો આવ્યો છે તેનાથી કાળાનાણાંનાં રૂપમાં નોટ જમા કરવાની આશંકા ખત્મ થઇ ગઇ.

મોદી સરકાર નોટબંધી, જીએસટીસ અને આધાર જેવા રાજકીય વિરોધવાળા પગલાંના સકારાત્મક તબક્કો શોધે છે અને તેમાંથી ઉપજેલ પરિણામોને તે સંતોષજનક માનતા આલોચકો અને વિપક્ષી દળોની સાથે કડવી લડાઇ લડી ચૂકયા છે. મૂડીઝે નવું રેટિંગ જાહેર કર્યાના એક દિવસ પહેલાં જ તેમે સરકારને જાણ કરી હીત. મૂડીઝની દ્રષ્ટિમાં આ પગલું અર્થતંત્રને દુરસ્ત કરવા અને તેનાથી વધુ પારદર્શી બનવાની દ્રષ્ટિથી ગંભીર પ્રયાસ હતા.

મોટી નોટોની સંખ્યામાં મોટી અછતને લેસ કેશ ઇકોનોમીની તરફથી એક મહત્વપૂર્ણ પગલાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે, જેમકે સરકારે કહ્યું હતું. સાથો સાથ પ્રોપર્ટી ખરીદવામાં કેશ પેમેન્ટની નક્કી કરાયેલ મર્યાદા જેવા પગલાં ઉઠાવાથી આ પ્રક્રિયામાં તેજી આવવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. જીએસટીને લાગૂ કરવાને લઇ થઇ રહેલ આલોચના છતાંય ટેક્સ વસૂલીની આ નવી વ્યવસ્થાને એ અર્થશાસ્ત્રીઓ તરફથી પણ વ્યાપક સમર્થન મળ્યું છે જેને નોટબંધી પર શંકા વ્યક્ત કરી હતી.

ડિજિટલાઇઝેશન પ્લાનની અંતર્ગત આધાર લિંકિંગ અને ભીમ-યુપીઆઈને પણ રેટિંગ્સ એજન્સીઓ પાસેથી માન્યા મળી છે. સૂત્રોનું કહેવું છે કે ટ્રાન્ઝેકશન કૉસ્ટમાં ઘટાડાના પણ સકારાત્મક પરિણામ આવી રહ્યાં છે. યુઇઆઈડી સ્કીમ્સ અને કલ્યાણકારી યોજનાઓની અંતર્ગત સબ્સિડી પેમેન્ટસની સાથે તેના લિંકિંગ સિવાય પેન કાર્ડ્સ અને ખાનગી કંપનીઓ દ્વારા બીજા ઉપયોગની પણ ટીકા એ કહીને થઇ કે આનાથી કેટલાંય લોકો સબ્સિડીથી વંચિત થઇ રહ્યા છે અને લોકોની પ્રાઇવસીનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા