માત્ર 10 સવાલોના જવાબ આપીને જીતો 31000 રૂપિયા

મોદી સરકાર સામાન્ય જનતાની સાથે ભાગીદારી વધારવા માટે નવી નવી સ્પર્ધાઓનું આયોજન કરતી રહે છે. હવે આ દિશામાં જ એક ક્વિઝનું આયોજન કર્યુ છે. જેમાં માત્ર 10 સવાલોના સાચા જવાબ આપીને ઈનામ જીતી શકાશે.

જો તમે 10 સવાલના સાચા જવાબ આપશો તો તમને 31,000 રૂપિયા ઈનામ મળશે. જો તમે પહેલા રનર અપ હશો તો તમને 21,000 રૂપિયા આપવામાં આવશે. બીજા રનર-અપને 11,000 રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે. સંતોષકારક જવાબ આપનારા લોકોમાંથી 2 લોકોને 5100 રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે.

આયુષ મંત્રાલય આ ક્વિઝનું આયોનજ કરી રહ્યુ છે, જો તમે ભારતના નાગરિક છો અને તમારી ઉંમર 10 વર્ષથી વધારે છે, તો ક્વિઝમાં ભાગ લઇ શકો છો. આ માટે તમારે માત્ર એક ઓળખ પત્ર રજૂ કરવાનું રહેશે.

કેવી રીતે લેશો ભાગ?
આ ક્વિઝમાં ભાગ લેવા માટે Mygov.in પર જવાનું રહેશે. તમે લોગ ઇન કરીને આમાં ભાગ લઇ શકશો. એક વ્યકિત એક જ વખત આ ક્વિઝમાં ભાગ લઇ શકશે. જો વારંવાર ક્વિઝ અટેમ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો એન્ટ્રી રદ્દ કરી દેવામાં આવી જશે.

કઇ રીતે મળશે ઇનામ?
જો તમે જીતશો તો તમને મોબાઈલ, ઈમેઈલ અને તમારા એડ્રેસ પર તેની જાણકારી આપવામાં આવશે. પરંતુ 3 દિવસમાં તમારી સાથે સંપર્ક નહીં થઈ શકે તો તમારું ઈનામ અન્ય કોઈ વિજેતાને આપવામાં આવશે. આ રકમ RTGSના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે. આ ક્વિઝ 21 મેથી 21 જૂન સુધી ચાલશે. MyGov.in પર તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે. સવાલનો જવાબ તમારે 60 સેકન્ડમાં જ આપવાનો રહેશે. ક્વિઝ શરુ કરતા પહેલા નિયમો અને શરતો ખાસ વાંચો.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા