મોદી સરકારની ભેટ, 2022 સુધીમાં દેશવાસીઓને મળશે 50mbps સ્પીડ ધરાવતું ઇન્ટરનેટ

સરકારે નેશનલ ડિજિટલ કમ્યુનિકેશન પોલીસી 2018ના નામે એક નવી દૂર સંચાર નિતિનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે જેમાં 2022 સુધી ક્ષેત્રમાં નવી નોકરીઓ ઉબી કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. નવી દૂરસંચાર નિતિનના ડ્રાફ્ટમાં દેશના દરેક નાગરિકને 50એમબીપીએસ બ્રોડબેન્ડ સ્પીડ ઉપલબ્ધ કરાવા અને ક્ષેત્રમાં 100 અબજ ડોલરનું રોકાણ આકર્ષિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

નવી નિતિના ડ્રાફ્ટમાં દરેક નાગરિકને 50 એમબીપીએસની બ્રોડબેન્ડ સર્વિસ બ્રોડબેન્ડ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની સાથે 2020 સુધી દેશની તમામ ગ્રામ પંચાયતોને 1જીબીપીએસ અને 2022 સુધી 10જીબીપીએસ બ્રોડબેન્ડ સર્વિસ ઉપલબ્ધ કરાવવાનુ લક્ષ્યાંક રાખ્યુ છે. ડ્રાફ્ટ અનુસાર દેશના વિકાસને નવી પેઢીની ટેકનોલોજીના માધ્યમે ગતિ આપવા માટે ક્ષેત્રમાં 2022 લસુધી 100 અબજ ડૉલરનું રોકાણ આકર્ષિત કરવામાં આવશે.

ડ્રાફ્ટનો ઉદ્દેશ 2022 સુધી ત્રણ પ્રોગ્રામ હેઠળ પોતાનુ લક્ષ્ય હાંસેલ કરવાનો છે. આ ત્રણ પ્રોગ્રામ-કનેક્ટ ઇન્ડિયા,સિક્યોર ઇન્ડિયા અને પ્રોપેલ ઇન્ડિયા છે. કનેક્ટ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ડ્રાફ્ટનો ઉદ્દેશ દરેક નાગરિકને 50 એમબીપીએસ સુધી સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવીટી ઉપલબ્ધ કરાવાનો છે. સાથે જ નો કનેક્ટિવીટી ધરાવતા ક્ષેત્રમાં 2022 સુધી 1 કરોડ વાઇફાઇ હોટસ્પોટ સ્થાપિત કરવાનો છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા