SBIએ દેશના લોકોને આપી સૌથી મોટી ગીફ્ટ


દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે નવી એપ YONO- योनो (યૂ ઓનલી નીડ વન ) લોન્ચ કરી છે. આ એપ દ્વારા રોજીંદા જીવન માટે 60 જરૂરી સર્વિસને એકજ જગ્યાએ ઉપલબ્ધ કરાવાશે. એનો અર્થ એ છે કે હવે એસબીઆઇની નવી એપથી ટેક્ષી સેવા જેવી કે ઉબર, ઓલાની બુકિંગ કરાવી શકાશે. સાથે જ બોન્ગ, મેક્સ , મિન્ત્રા પર શોપિંગ પણ કરી શકાશે.

14 અલગ કેટેગરીની સર્વિસ :
આ એપ પર 14 અલગ-અલગ કેટેગરીમાં તમારા માટે બુક, કેબ બુકિંગ, મનોરંજન, ખાણી-પીણી, ટ્રાવેલ, અને મેડિકલ સેવાઓનો સમાવેશ હશે. એના માટે બેંકે 60 ઇ-કોમર્સ કંપનીઓ સાથે કરાર કર્યા છે. જેમાં એમેઝોન, ઉબર, મિન્ત્રા, શોપર સ્ટોપ, થોમસ કુક, યાત્રા વગેરે કંપનીઓ સામેલ છે. આઇઓએસ અને એન્ડ્રોઇડ યૂઝર્સ યોનો એપને ડાઉનલોડ કરી શકે છે.

એપ પર 60 સર્વિસ મળશે :
એસબીઆઇની નવી એપ યોનો પર ફેશન, કેબ એન્ડ કાર રેંટલ, ઑટોમોબાઇલ, ડીલ્સ, ઇલેક્ટ્રોનિક, ફુડસ એન્ડ એન્ટરટેઇનમેન્ટ, ગિફ્ટિંગ, ગ્રોસરી, જનરલ સ્ટોર્સ, હેલ્થ એન્ડ પર્સનલ કેર ,હોમ એન્ડ ફર્નિશિંગ, હોસ્પિટાલિટી એન્ડ હોલીડેસ, જ્વેલર્સ અને કેટલીક અન્ય સેવાઓ એકજ એપ પર મળશે.

એસબીઆઇના ચેરમેનનું નિવેદન :
એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, ડિજીટલ ઇન્ડિયાના અભિયાનમાં એસબીઆઇની નવી એપ સૌથી મોટું પગલુ છે. નવી યોનો એપ દ્વારા એકજ પ્લેટફોર્મ પર એક યૂઝર આઇડી દ્વારા પોતાની જરૂરિયાતની બધી સર્વિસનો લાભ લઇ શકશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા