આ ૧૪,૦૦૦ સંપત્તિઓ પર Income Tax ડીપાર્ટમેન્ટની નજર


Income Tax ડીપાર્ટમેન્ટે આજે કહ્યું છે કે, લગભગ ૧૪,૦૦૦ એવી સંપત્તિઓ તપાસની મર્યાદામાં છે, જેનાં માલિકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યો. આ સંપત્તિઓમાં પ્રત્યેકની કિંમત એક કરોડ રૂપિયાથી વધારે છે. ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટે નોટબંધી બાદ ૧૩.૩૩ લાખા ખાતામાં ૨.૮૯ લાખ કરોડ રૂપિયા કેશ ડિપોઝીટ તપાસમાં છે. આ કેશ ડિપોઝીટ કુલ ૯.૭૨ લાખ લોકોએ કર્યા છે.

૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાનો નોટોને ચલણથી બહાર કરવાના બ્લેક મની પર શું અસર થઇ?

‘ઓપરેશન ક્લીન મની’ ૩૧ જાન્યુઆરીએ શરુ કરવામાં આવ્યું હતું. તેનો મતલબ નોટબંધી બાદ મોટી માત્રામાં કેશ જમા કરનારની તપાસ કરીને તેના અંદાજ અને સમાનતા તેના જુના ઇન્કમ ટેક્સ રિટર્ન અનુસાર કરવાનું હતું.

ડીપાર્ટમેન્ટે કહ્યું છે કે, ૧૫,૪૯૬ કરોડ રૂપિયાને છુપી આવક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે, જ્યારે છાપામારીમાં ૧૩,૯૨૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

‘ઓપરેશન ક્લીન મની’ નાં પહેલા ચરણમાં ડેટાનો અંદાજ કાઢીને ૧૮ લાખ એવા શંકાસ્પદ ખાતાની ઓળખ કરવામાં આવી. જેમાં રોકડ લેણદેણ જમા કરનાર ટેક્સ જાણકારીઓ સાથે મેચ થતું ન હતું.

ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટનું નિવેદન સરકારનાં નોટબંધીનો પક્ષ લે છે. કાલે ભારતીય રિઝર્વ બેંકનાં આંકડામાં આ વાત સામે આવી હતી કે, બંધ થઇ ચૂકેલ ૧૫.૪૪ લાખ કરોડ રૂપિયાની કરન્સીમાંથી ૧૫.૨૮ લાખ ક્રોસ રૂપિયા બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગયા છે.

ડેટા એનાલિસીસનો ઉપયોગ કરીને ૯.૭૨ લાખ લોકોનાં ૧૩.૩૩ લાખ ખાતા વિશે માહિતી મળી છે કે, જેમાં અનિયમિત રીતે ૨.૮૯ લાખ કરોડ રૂપિયાની રોકડ જમા કરાવી છે. તેની ઓળખ કરીને તેનાથી જવાબ માંગવામાં આવ્યો છે. જોકે, નિવેદનમાં તે નથી જણાવવામાં આવ્યું કે, તેમાં કેટલું ધન વ્હાઈટ છે અને કેટલું છુપી આવકનો હિસ્સો છે. સાથે જ તે પણ નથી જણાવવામાં આવ્યું કે, છુપી આવકનાં હિસ્સા પર કેટલું ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા