જુઓ તમારી લોન અપ્રુવ થશે કે નહીં તેમ જ કેટલી મળશે તે આ રીતે થાય છે નક્કી

જો તમે પણ બેંકમાં ક્યારેય લોન અપ્લાય કરી છે અને રિજેક્ટ થઈ છે અથવા તો લોન અપ્લાય કરવાના છો તો તમને એક સવાલ ચોક્કસ થતો હશે. આખરે બેંક તમારી લોનની અપ્રુવલ તેમ જ લોનની રકમ કેવી રીતે નક્કી કરે છે. તો આવો સમજીએ તેના વિશે

બેંક ચેક કરે છે તમારું બેંકિંગ સ્ટેટમેન્ટ:

બેંક તેટલી જ રકમ ઉધારમાં આવે છે, જેટલી તમે ન્યુનત્તમ EMI ચૂકાવવામાં સક્ષમ હોવ. બેંક લોન આપતા પહેલા તમારું ઇનકમ સ્ટેટમેન્ટ ચેક કરે છે. બેંક તમારી સેલરી સ્લિપ, ટેક્સ રિટર્ન અથવા તો સેલરી એકાઉન્ટના બેંક સ્ટેટમેન્ટની તપાસ કરે છે. બેંક તમારી કુલ માસિક આવક, ઇન્ટરેસ્ટ ઇન્કમ, રેન્ટલ ઇન્કમ વગેરે જોડીને જોવે છે, જે તમારા બેંક સ્ટેટમેન્ટમાં હોય છે.

તમારી રહેણીકરણીની કરે છે તપાસ:

બેંક તમારી તરફથી થતી દર મહિનાની બચતની ગણતરી કરે છે. આ બચત તમારી ઇનકમ લેવલ અને રહેણીકરણી પર નિર્ભર કરે છે. બેંક ક્યાં તો થંભ રૂલ ઑફ 30 નો ઉપયોગ કરે છે, માનો લો તમારી સેલેરી 50000 રૂપિયા માસિક છે તો બેંક આ નિયમના હિસાબે માની લે છે કે તેમાંથી 30% (15000) રૂપિયાની બચત કરતા હશો.

બેંક આ રીતે નક્કી કરે છે, તમને મળશે કેટલાની લોન:

તમારી માસિક બચતમાંથી બેંક તે વાત પર ધ્યાન આપે છે કે તમે કોઇ બીજી લોનની EMI તો નથી ચૂકવી રહ્યા ને? જો તમે આ કરો છો તે EMIની અમાઉન્ટ તમારા બચતમાંથી કાપી લેવાય છે. એટલે કે જો તમારી બચત પર 2400 રૂપયિાની EMI ચૂકવી રહ્યા છો, તો તમારા એકાઉન્ટમાં 12600 રૂપિયાની હશે અને તેના આધાર બેંક તમારા લોનની રાશિ નક્કી કરે છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા