Jioની શાનદાર દિવાળી ઓફર : 399 રૂપિયાની રિચાર્જ સામે 400 રૂપિયા પરત

રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સને 399 રૂપિયાના ધન ધના ધન રિચાર્જની સાથે 400 રૂપિયાના વાઉચર ફ્રી આપી રહી છે. આ ઑફરનો ફાયદો આજે 12 ઑક્ટોબરથી લઈને 18 ઑક્ટોબર સુધી લઈ શકાય છે.

આ ઑફર માત્ર રિલાયન્સ જિયોના પ્રાઈમ મેમ્બર્સ માટે જ છે. 399 રૂપિયાના ધન ધના ધન રિચાર્જ કરાવવા પર જિયો 50-50 રૂપિયાના આઠ વાઉચર ફ્રી આપે છે. આ વાઉચરનો ઉપયોગ જિયોના રિચાર્જ કરવા માટે કરી શકાય છે. આ વાઉચર્સને 15 નવેમ્બર બાદ 309 રૂપિયા અથવા તેનાથી વધુના રિચાર્જ પર ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત 99 રૂપિયા અથવા તેનાથી વધારેના ડેટા-ઍડ-ઑન રિચાર્જ પણ આ વાઉચરનો ઉપયોગ કરી શકાય છે.

એકસાથે આ તમામ વાઉચર્સનો ઉપયોગ નહીં કરી શકાય. એક રિચાર્જ પર માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકાશે. જો તમે 309 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તેની માટે એક વાઉચર લગાવીને 259 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. જિયોનું રિચાર્જ My Jio App, Jio.com, Jio store અને રિલાયન્સ જિયો ડિજિટલથી કરાવી શકાય છે. આ ઉપરાંત તમે ઑનલાઈન Paytm, Amazon pay અને Mobikwikથી પણ જિયોનું રિચાર્જ કરાવી શકો છો અને વાઉચર્સનો લાભ લઈ શકો છો.

રિલાયન્સ જિયોની ધન ધના ધન ઑફરની મર્યાદા 84 દિવસની છે. જેમાં યુઝરને અનલિમિટેડ વૉઈસ કૉલિંગ અને અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા ફ્રી મળે છે. રૉમિંગમાં જવા પર કૉલનો કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી. જો કે તેમાં યુઝરને આ પ્લાનમાં રોજ હાઈ-સ્પીડનો 1GB ડેટા જ મળે છે. રોજની લિમિટ ખતમ થયા બાદ ઇન્ટરનેટ તો અનલિમિટેડ ચાલે છે પરંતુ સ્પીડ ઓછી થઈને 128kbps પર થઈ જાય છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા