ગામડામાં શરૂ કરો આ બિઝનેસ, સરકાર આપશે 7000 રૂપિયામાં ટ્રેનિંગ અને થશે જોરદાર કમાણી

આપણા દેશમાં 60 ટકાથી વધારે લોકો હજું પણ ગામડામાં રહે છે, જેની પાસે ફીક્સ રોજગાર નથી. રોજગાર નહીં હોવાનું મોટું કારણ છે સ્કિલ્સની કમી. ગામડામાં એગ્રી બિઝનેસની ખૂબ જ શક્યતાઓ છે. એવામાં જો તમે એગ્રી સેક્ટરમાં નવો બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો તો સરકાર આપી રહી છે એની ટ્રેનિંગ, ત્યારબાદ તમે એગ્રીકલ્ચર સેક્ટરથી જોડાયેલા બિઝનેસ શરૂ કરીને જોરદાર કમાણી કરી શકો છો.

આ બિઝનેસમાં સફળ થવા માટે જે ચીજ હોવી જોઇએ, એ છે એ બિઝનેસથી જોડાયેલી બેસિક જાણકારી. આ સેક્ટરને મજબૂત કરવા માટે સરકાર મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલેપમેન્ટના અધીન નેશનલ ઇન્સ્ટિટ્યૂટી ફોર એન્ટ્રોપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલોપ દ્વારા ખેતીથી જોડાયેલા અલગ અલગ પ્રકારના બિઝનેસ માટે ટ્રેનિંગ આપી રહ્યું છે. આ ટ્રેનિંગમાં વિવિધ કોર્સની ટ્રેનિંગ આપવામાં આવશે અને આ પ્રોગ્રામમાં કેવી રીતે સામેલ થઇ શકો છો.

ડેરી બિઝનેસ
આ દરમિયાન તમારે ડેરી બિઝનેસ માટે ટ્રેનિંગ આપવામાં આવશે. એમાં ડેરી ચાલુ કરવાને લઇને ચલાવવા સુધીની પૂરી ગાઇન્ડેસ આપવામાં આવશે. સાથે જ, તમારે સરકારની સપોર્ટ સિસ્ટમ અને સ્કીમની સાથે સાથે લોન સ્કીમની પણ જાણકારી આપવામાં આવશે. ડેરી બિઝનેસમાં સફળ સ્ટાર્ટઅપ માટે પણ કેસ સ્ટડી માટે નિસબડ દ્વારા જણાવવામાં આવશે.

ઓર્ગેનિક ફાર્મિંગ
નિસબડ ઓર્ગેનિક ફાર્મિંગ માટે પૂરી જાણકારી આપશે. જેમ કે શું છે ઓર્ગેનિક ફાર્મિગ, એના ફાયદા શું છે, ઓર્ગેનિક ફાર્મિંગનું માર્કેટ શું છે. કેવી પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ન્યૂટ્રીશન મેનેજમેન્ટ શું છે. ઓર્ગેનિક ફાર્મિંગની મેથેડોલોજી, ક્વોલિટી અશ્યોરન્સ, નેશનલ પ્રોગ્રામ ઓનમ ઓર્ગેનિક પ્રોડક્શન, ઓનલાઇન સેલ્સ મોડલ, ઇકો ટૂરિઝ્મ, સરકારની સ્કીમ અને સપોર્ટ સિસ્ટમ, ભારત સરકારના આસિસ્ટેન્ટ પ્રોગ્રામ વગેરેની જાણકારી આપવામાં આવશે.

ફૂડ પ્રોસેસિંગ બિઝનેસ
તમને ફૂડ પ્રોસેસિંગના અલગ અલગ મોડલ માટે પણ જણાવવામાં આવશે. જેમ કે ફૂડ પ્રોસેસિંગની એવન્યૂ, નાની ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ કેવી રીતે લગાવોસ ફૂડ પ્રોસેસિંગ બ્રાંડ કેવી રીતે ક્રિએટ કરવામાં આવ, સરકારની સપોર્ટ સ્કીમ, સક્સેસફુલ સ્ટાર્ટ અપ્સની કેસ સ્ટડી માટે જાણકારી આપવામાં આવશે.

કોલ્ડ સ્ટોરેજ ચેન
આ ઉપરાંત તમને કોલ્ડ સ્ટોરેજ ખોલવાના ફાયદા, રીત અને સરકારી સ્કીમ માટે પણ ટ્રેનિંગ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોલ્ડ સ્ટોરેજ ચેનની ખૂબ જ જરૂરીયાત છ અને સરકાર પણ પ્રમોટ કરી રહી છે. તમે કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવાનું વિચારી શકો છો. આ ઉપરાંત ગ્રીન હાઉસ, અરોમેટિક ઓઇલ, ફ્લોરીકલ્ચર, ફ્રૂટ કલ્ટીવેશન અને પોલ્યૂટરી એન્ડ ફિશરી જેવા બિઝનેસ શરૂ કરવાનું પણ તમે શીખી શકો છો.

કેવી રીતે કરશો અપ્લાય
આ બે દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે. જે 16 અને 17 જૂને નિસબડના નોયડા સેક્ટર 62 સ્થિત સેન્ટરમાં થશે, આ પ્રોગ્રામની ફી 7000 રૂપિયા છે. જો તમે ભાગ લેવા ઇચ્છો છો તો આ લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. http://niesbud.nic.in/docs/EDP on agri business 16%20June to 17 June 2018.pdf

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા