શું WhatsApp પર તમને કોઇએ બ્લોક કર્યા છે ? તો ગભરાવાની જરૂર નથી આવી રીતે કરો મેસેજ

WhatsApp વિશ્વની સૌથી મોટું મલ્ટીમીડિયા મેંસેજિંગ એપ્લિકેશન છે, માત્ર ભારત જ તેના 20 કરોડથી વધુ વપરાશકર્તા છે. WhatsApp પર આપણે તમામ મિત્રો સાથે ખુલ્લા દિલથી વાત કરીએ છીએ, સેલ્ફી પણ એકબીજાને મોકલીયે છીએ, પરંતુ ઘણી વખત મિત્ર સાથે ઝગડો પણ થઇ જાય છે, અને આપણે એકબીજાને બ્લોક પણ કરી દઈએ છીએ.

કોઈ મિત્રના બ્લોક કર્યા પછી તેને મેસેજ કરવો મુશ્કિલ બની જાય છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી, કારણ કે, હવે તમને કોઈ બ્લોક કરશે તો પણ તમે મેસેજ કરી શકશો.

સૌથી પહેલા આ ટ્રિક અપનાવવા માટે તમારે કોઈ મિત્રની મદદ લેવી પડશે.એટલે કે, જેણે તમને બ્લોક કર્યા છે, તેના અને તમારા વચ્ચે એક બીજા મિત્રનો સમાવેશ કરવો પડશે. સૌથી પહેલાં તમારો મિત્ર એક WhatsApp ગ્રુપ બનાવશે, જેમાં તમે અને તમારો મિત્ર જેણે તમને બ્લોક કર્યા છે, બંનેને તે એડ કરશે.

આગળના સ્ટેપ તમને પણ સમજવામાં આવી ગયા હશે, પરંતુ તમને જણાવીએ કે, ગ્રુપ બનાવનાર મિત્ર તમને બંનેને એડ કરી ગ્રુપ છોડી ભાગી જશે. હવે ગ્રુપમાં તમે અને તમારો તે મિત્ર બચ્યા જેણે તમને બ્લોક કર્યા છે, ત્યારબાદ તમે તેની જોડે વાતચીત કરી તમારા રિસાયેલા દોસ્તને માનવી શકો છો.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા