બદલાઇ જશે તમારુ Aadhar Card, UIDAIએ કર્યા આ ફેરફાર

યૂઆઇડીએઆઇએ ઇ-આધારમાટે એક નવો ક્યૂઆર કોડ શરૂ કરવામાં આવ્યો છે. આ ક્યૂઆર કોડમાં હવે આધાર ધારકની વિગતોની સાથે સાથે તેનો ફોટો પણ હશે. યૂઆઇડીએઆઇએ જણાવ્યું કે તેમણે ઇ-આધાર પર હાલના ક્યૂઆર કોડના સ્થાને નવો ક્યૂઆર કોડ શરૂ કર્યો છે. આ ક્યૂઆર કોડમાં હવે આધાર કોઇપણ ઇન્ડિવિડ્યુઅલનો ડેમોગ્રાફિક ડિટેઇલ સાથે તેનો ફોટો પણ હશે. કોઇપણ ઇન્ડિવિડ્યુઅલનું ઑફલાઇન વેરિફિકેશન કરવા માટે યુઆઇડીએઆઇએ હવે ઇ-આધારમાં નવી અપડેટ કરી છે.

વેરિફિકેશન થશે સરળ

અત્યારસુધી આ કોડમાં ફક્ત આધાર ધારક સાથે સંબંધિત જાણકારી જ હતી. નવા કોડમાં તેનો ફોટો પણ હશે. ઉલ્લેખનીય છે કે ક્યૂઆર કોડ બારકોડ લેબલનું જ એક સ્વરૂપ છે. તેમાં રહેલી ગુપ્ત સૂચનાઓને મશીન વાંચી શકે છે. ઓથોરિટીએ જણાવ્યું કે બેન્ક જેવી સંસ્થાઓ હવે આધાર કા4ડ વેરિફિકેશન ઑફલાઇન પણ કરી શકશે.

આ સુવિધાઓ મળશે

ઇ-આધાર ક્યૂઆર કોડ રીડર સૉફ્ટવેર નોડલ બૉડીની વેબસાઇટ પર 27 માર્ચ 2018થી જ ઉપલબ્ધ છે. ઑફલાઇન વેરિફિકેશનની આ સુવિધાથી એક અન્ય વિકલ્પ ઉપલબ્ધ થશે અને તે સુનિશ્વિત થશે કે આધાર કાર્ડ ધારક આધાર સાથે સંબંધિત સુવિધાથી વંચિત રાખવામાં નહી આવે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા