7મું પગાર પંચઃ શુ લઘુત્તમ વેતનમાં નહીં થાય વધારો?

સાતમાં વેતન પંચની ભલામણને 18 મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે. પરંતુ આ અંગે લઘુત્તમ વેતનમાં વધારાની પ્રક્રિયા પૂર્ણ થઇ નથી. લઘુત્તમ વેતનમાં વધારને લઇને કેન્દ્ર સરકારે કર્મચારીઓ વચ્ચે ભ્રમની સ્થિતિ છે. ગત બે મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા સતત કર્મચારીઓને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે ફિટમેંટ ફેક્ટર અને સેલરીમાં 7માં વેતન પંચ હેઠળ વધારો કરવામાં આવશે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને ન્યૂનતમ વેતનમાં વધારાને ટાળી પણ શકે છે.

સુત્રો અનુસારલ કહેવામાં આવે છે કે આ વાતની સંભાવના ઘણી ઓછી છે કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ન્યૂનત્તમ બેસિક પે માં કોઇ વધારો કરશે. કેન્દ્રીય કર્મચારી યુનિયનો તરફથી સતત માંગ કરવામાં આવી રહી છે કે તેમના લઘુત્તમ વેતનને 18000થી વધારીને 26000 રૂપિયા કરવામાં આવે. જજ એકે માથુરના નેતૃત્વના 7માં વેતન પંચના રિપોર્ટમાં કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ સેલરીને 18000થી વધારીને 21000 રૂપિયા કરવાની ભલામણ કરી હતી.

નાણાં મંત્રી અરુણ જેટલીએ આગામી વર્ષની શરૂઆતમાં ન્યૂનતમ વેતનમાં વધારાનું આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત મહીને ઘણાં કર્મચારી યુનિયનોએ ન્યૂનત્તમ વેતનમાં વધારાની માંગ કરતા ત્રણ દિવસના ધરણાં પણ કર્યા હતા.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા