JIO યૂઝર્સ માટે ધમાકેદાર ડેટા પ્લાન લોન્ચ, આખું વર્ષ વાપર્યા જ કરો ઈન્ટનેટ


રિલાયન્સ જિયો સતત નવા પ્લાન્સ લોન્ચ કરી રહી છે. કંપનીએ પોતાના બધા જ પ્લાનમાં ફેરફાર કર્યો છે. કોઈ પ્લાનમાં ડેટા ઘટાડ્યો છે તો કોઈમાં વધાર્યો છે. જોકે, કોલિંગ બધી જ ઓફર્સમાં અનલિમિટેડ આપવામાં આવી રહ્યું છે. રિલાયન્સ જિયોએ એક ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને 350 GB હાઈ સ્પીડ ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 360 દિવસની છે. જો હાઈસ્પીડ ડેટા 360 દિવસ પહેલા ખત્મ થઈ જાય છે તો ઈન્ટરનેટ અનલિમિટેડ ચાલતું રહેશે, પરંતુ સ્પીડ 64kbpsની થઈ જશે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ મેસેજની સુવિધા મળશે. તે ઉપરાંત જિયોની બધી જ એપ્સને 360 દિવસ સુધી ફ્રિમાં વાપરી શકો છો. આ પ્લાનની કિંમત 4,999 રૂપિયા છે.

રિલાયન્સ જિયોનું અત્યાર સુધીનું સૌથી સસ્તો પ્લાન 52 રૂપિયાનો છે. આ રિચાર્જમાં 7 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં યૂઝર્સને 7 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવશે. જેમાં કંપનીની એક શરત છે. જે શરત અનુસાર યૂઝર્સને હાઈસ્પીડ માત્ર 0.15GB ડેટા પ્રતિદિવસે મળશે. પ્રતિદિવસની લિમિટ ખત્મ થયા બાદ ઈન્ટરનેટ તો અનલિમિટેડ ચાલતો રહેશે પરંતુ સ્પીડ ઓછી થઈ જશે. સ્પીડ ઓછી થઈને 64kbpsની રહી જશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા