RBI 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની વેતરણમાં અથવા તો બંધ કરે તેવી સંભાવના

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની તરફથી ગયા વર્ષે બહાર પાડેલી 2000 રૂપિયાની નોટોની છપામણી કરવાનું અટકાવી દીધું છે અથવા તો તેની છપામણી બંધ કરવામાં આવી છે. એટલું જ નહીં કેન્દ્રીય બેન્કે આ સૌથી મોટી નોટને કદાચ બહાર પાડવાનું જ બંધ કરી દીધું છે. દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ પોતાના એક રિસર્ચ રિપોર્ટમાં આ વાત કહી છે.

આરબીઆઈની તરફથી પાછલા દિવસોમાં લોકસભામાં રજૂ કરાયેલા વાર્ષિક રિપોર્ટના આધાર પર એસબીઆઈ ઇકોલફ્લેશ એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કેન્દ્રીય બેન્ક 8 ડિસેમ્બર 2017 સુધી 15,78,700 કરોડ રૂપિયાના મૂલ્યની મોટો નોટો છાપી છે, તેમાંથી 246300 કરોડ રૂપિયાના મૂલ્યની નોટો છાપી તો છે પરંતુ તેને બજારમાં મૂકી નથી.

તેના આધાર પર જ એસબીઆઈ ગ્રૂપના ચીફ ઇકોનોમિક એડવાઇઝર સૌમ્યા કાંતિએ પોતાના રિપોર્ટમાં એ વાતની સંભાવના વ્યક્ત કરી છે કે આરબીઆઈની તરફથી 2000ની નવી નોટોની છપામણીને રોકી શકાય છે. રિપોર્ટમાં કહ્યું છે કે એ વાતની સંભાવના છે કે આરબીઆઈની તરફથી 2463 અબજ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટોને બહાર પાડવાની જગ્યાએ 50 અને 200 રૂપિયાની નોટો જ બહાર પાડવી જોઇએ.

ઇકોફ્લેશના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની નોટના લીધે લેવડ-દેવડમાં મુશ્કેલી પડી રહી છે. ખુલાં પૈસાની સમસ્યાના લીધે આરબીઆઈએ કદાચ તેની છપામણીનું ધીમે-ધીમે ઓછું કરી દીધું છે. નોટબંધી બાદ કેન્દ્રીય બેન્કે 2000ની નોટ ધડાધડ છાપી હતી જેથી કરીને રોકડની અછતને દૂર કરી શકાય. તેનો અર્થ એ પણ થાય છે કે સરકાર અને આરબીઆઈ દેશમાં ચલણમાં ચાલી રહેલ મુદ્રામાં 35 ટકા હિસ્સો નાની કરન્સીનો રાખવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તે સમયે દેશમાં ચલણી મુદ્રામાં તેનો હિસ્સો 86 થી 87 ટકા સુધીનો હતો. નોટબંધી બાદ દેશમાં રોકડની અછત જોવા મળી હતી અને આ દબાણને હળવું કરવા માટે જ કેન્દ્રીય બેન્કે ધડાધડ 2000 રૂપિયાની નોટો છાપી હતી.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા