માત્ર 2 રૂપિયામાં 24 કલાક ઇન્ટરનેટ, જાણો ક્યાં અને કેવી રીતે?

મોબાઇલ પર ઇન્ટરનેટ માટે કંપનીઓમાં યુદ્ધનાં ધોરણે પ્રચાર થઇ રહ્યો છે. જીયોનાં આવ્યા બાદથી જ ડેટાપેક સતત સસ્તુ થઇ રહ્યું છે. હવે વાત કરીએ જીયોથી પણ સસ્તો ડેટા આપનાર કંપનીની. બેંગલુરૂનું સ્ટાર્ટઅપ વાઇફાઇ ડબ્બા રિલાયન્સ જીયોથી પણ સસ્તું ડેટા આપી રહ્યું છે. આ કંપની લગભગ એક વર્ષ જુની છે. કંપનીનું માનવું છે કે, ભારતમાં આજે પણ ઇન્ટરનેટ ખુબ મોંઘું છે. કંપનીનું કહેવું છે કે, જીયો લોંચ થયા બાદ પણ ભારતમાં ડેટાની કિંમત્ત વધારે છે અને હાલમાં ડેટા સસ્તો કરવાનો મોકો છે. અમે તેને વધું સસ્તો કરવો માંગીએ છીએ.

આ કંપની માત્ર 2 રૂપિયામાં 24 કલાક માટે ડેટા આપી રહી છે. 2 રૂપિયામાં 100 MB ડેટા આપવામાં આવે છે. આ વાઇફાઇ ડબ્બાનો સૌથી સસ્તો પ્લાન છે. આ સીવાય 10 રૂપિયાવાળો પ્લાન પણ છે જેમા 500 MB ડેટા મળે છે અને 20 રૂપિયામાં 1GB આપવામાં આવી રહ્યો છે. આ બંન્ને પેક પણ 24 કલાકની વેલિડિટી સાથે જ આવે છે. ત્યાં જ જિયોની વાત કરીએ તો 19 રૂપિયામાં અનલિમિટેડ વોયસ કોલિંગ સાથે 0.15 GB ડેટા આપે છે અને આ પેકની વેલિડિટી પણ એક દિવસની છે. આ ડેટાનો ઉપયોગ તમે પોતાના સ્માર્ટફોનમાં કરી શકો છો.

આ ડેટા પેક બેંગલુરૂમાં લોકલ ચાની દુકાનો અને બેકરી પર ઉપલબ્ધ છે. હાલમાં આ કંપની પોતાની સર્વિસ માત્ર બેંગલુરૂમાં આપી રહી છે. વાઇફાઇ ડબ્બા ટોકન પણ દેખવામાં તેવુ છે જેવું કે, મોબાઇલનું પેપરવાળું કૂપન આવે છે. આને સ્ક્રેચ કરવાનું છે અને કોડને નાંખવાનો છે. કંપનીનું પેઝ ખુલશે અને ત્યાં લોગિન આઇડી અને પાસવર્ડ નાંખવાનો છે. જેના પછી તમે લોગિન કરી શકો છો. વેલિડિટી અથવા ડેટા પૂર્ણ થતા તમે લોગ આઉટ થઇ જશો.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો ફરિયાદ કરો
અમને તમારી ચિંતા જણાવો
રસ નથી
ખોટા સમાચાર
અસંસ્કારી/બિભત્સ
જૂના સમાચાર
પુનરાવર્તિત વિગત
વધુ રિપોર્ટ કરો
submit