તો શું JIO Phonનો એકપણ રૂપિયો પરત મળશે નહી, કંપનીએ નિયમો પરથી ઉઠાવ્યો પડદો


રિલાયન્સ જિયોએ અંતે પોતાના 0 રને ઉપલબ્ધ જિયોફોન માટે પોતાના નિયમ અને શરતો પરથી પડદો ઉઠાવી લીધા છે. જ્યારથી ફોન અને આની કિંમતની જાહેરત થઈ હતી ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, કંપની આના પર કેવી રીતે શરતો લગાવી શકે છે. પહેલી વાર કંપનીએ ખુલીને પોતાની વેબસાઈટ પર આના વિશે જણાવ્યું છે. જાણો આ ખાસ 8 શરતો જે આ સસ્તા ફિચર ફોન સાથે જોડાયેલી છે.

– રિલાયન્સ જિયોની વેબસાઈટ પર લખેલી શરતો અને નિયમો અનુસાર યૂઝર્સ માટે દર વર્ષે ઓછામાં ઓછા 1500 રૂપિયાનું રિચાર્જ કરાવવું જરૂરી છે. આમ ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું 4500 રૂપિયાનું રિચાર્જ કરવું ફરજિયાત રહેશે.
– જિયોફોનમાં જિયો ફોનનું સિમ કાર્ડ પહેલાથી લગાવેલ આવશે અને તે લોક્ડ હશે, એટલે આ ફોનમાં યૂઝર્સ અન્ય બીજી કંપનીનો સીમકાર્ડનો ઉપયોગ કરી શકશે નહી.
– જે ગ્રાહક જિયોફોન એક વર્ષની અંદર પાછો આપશે તેમને કોઇ રીફન્ડ નહિ મળે.
– જે ગ્રાહક જિયોફોન વાપરીને 12થી 24 મહિનાની અંદર પાછો આપશે તેને રૂ.500 રીફન્ડ મળશે.
– જે ગ્રાહક 24થી 36 માસની અંદર જિયો ફોન પાછો આપશે તેને રૂ.1000 રીફન્ડ મળશે.

– નિર્ધારિત 36 મહિના સુધી જિયોફોન વાપરીને પરત કરનાર ગ્રાહકને સંપૂર્ણ રૂ.1500 ડિપોઝિટ પાછી મળશે, પરંતુ તેમને નક્કી કરેલા રિચાર્જ ટાર્ગેટને પૂરા કરવા પડશે.
– જો યૂઝર્સ નિર્ધારિત સમયગાળા પહેલા ફોન પરત આપવા માંગે છે તો તેને GST અને અન્ય ટેક્સ સાથે 1000 રૂપિયા ચૂકવવા પડશે.
– જો યૂઝર્સ 24 મહિના (2 વર્ષ) જિયોફોનનો ઉપયોગ કરીને પાછો આપવા માંગે છે અથવા 36 મહિના પૂરા થયા પહેલા ફોન પરત કરવા ઈચ્છે છે તો તેને GST અને અન્ય ટેક્સ સાથે 500 રૂપિયા ચૂકવવા પડશે.
– કંપનીને નિયમ અને શરતોનું ઉલ્લંઘન કરનાર ગ્રાહક પાસેથી હેન્ડસેટ પરત લઈ લેવાનો અધિકાર હશે. તેથી કોઈ યૂઝર્સ જિયોના નિયમ અને શરતોનું પાલન કરતો નથી તો જિયો ફોન પરત લઈ શકે છે.

– ફોન પરત કરવાની શરતોમાં કંપનીએ લખ્યું છે કે, ફોનને 3 વર્ષ પૂરા થયા બાદ ગ્રાહકને 3 મહિનાની છૂટ આપવામાં આવે છે. જો આટલા સમયમાં યૂઝર્સ કંપનીને ફોન પરત કરતો નથી અને 39 મહિના પૂરા થયા બાદ ફોન પરત કરે છે, તો યૂઝર્સને એકપણ રૂપિયો પરત મળશે નહી. ફોન ખરીદ્યાની તારીખથી લઈને 36માં મહિનાથી 39 મહિનાની વચ્ચે યૂઝર્સ ફોનને પરત કરી દે છે તો, તેને 1500 રૂપિયા પરત મળી જશે.

– જિયોએ તેની સત્તાવાર વેબસાઇટમાં ફોનને પરત કરવા અંગે કેટલીક શરતો જણાવી છે. તે અનુસાર, જો તમે વર્ષ દરમિયાન રૂ.1500નું રીચાર્જ નહિ કરો તો તેમનો ફોન પાછો લઇ લેવાશે.
– અન્ય કેટલીક શરતો અનુસાર જો તમે વર્ષ દરમિયાન 1500 રૂપિયાનું રિચાર્જ કરાવશો નહી તો ફોન પરત લઈ લેવામાં આવશે. જો યૂઝર્સને ત્રણ વર્ષ ફોન વાપરીને રિફંડ પરત લેવાની ઈચ્છા હોય ચો તેને 4500 રૂપિયાનું રિચાર્જ કરાવેલું હોવું જોઈએ.
– જિયોફોનને વાપરવા માટે મહિને 150 રૂપિયાનું રિચાર્જ કરાવવું ફરજિયાત છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા