નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય છતાં કોંગ્રેસે બાજી મારી,

આજે ગુજરાતની તમામ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા ત્યારે પરિણામોને લઇને સૌ કોઇમાં ઉત્સુકતા જોવા મળી હતી. 74 નગરપાલિકાઓમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયા બાદ મતદારોએ ક્યા પક્ષની પસંદગી કરી છે તેનો ખ્યાલ આવી ગયો હતો. જેમાં ફરી એક વખત ભાજપે નગરપાલિકા ચૂંટણી જીતી લીધી હતી.

કુલ 75 પાલિકાઓમાંથી 43માં ભાજપનો વિજય થયો હતો જ્યારે 25 પાલિકાઓ મેળવવામાં કોંગ્રેસનો પંજો સફળ થયો હતો. ભાજપની જીત થઈ હોવા છતાં ગત ચૂંટણીની સરખામણીએ 19 પાલિકાઓ ભાજપની છીનવાઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસને ગત ચૂંટણી કરતા ડબલ ફાયદો જોવા મળ્યો હતો. નાના શહેરોમાં પણ આ વખતે કોંગ્રેસને ફાયદો જોવા મળ્યો હતો.

document.getElementById("sampleDiv").innerHTML = '

જ્યારે 4 પાલિકોમાં ટાઈ પડી હતી. જેમાં ખેડબ્રહ્મા, થરાદ, ગારિયાધાર અને પારડીનો સમાવેશ થાય છે.

BJP CONG OTH TIE TOTAL
43 25 3 4 75/75

સવારે 8 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. 2100થી વધુ બેઠકો પર 6200 જેટલા ઉમેદવારોના ભાવીનો ફેંસલો થયો હતો. મહત્વનું છે કે 75 નગરપાલિકા પૈકી જાફરાબાદ નગરપાલિકાને બાદ કરતાં 74 નગરપાલિકામાં મતદાન યોજાયું હતું. જાફરાબાદમાં ભાજપના 28 ઉમેદવારો નોંધાતા નગરપાલિકા બિનહરીફ જાહેર થઇ હતી.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા