પગારદાર વર્ગને બજેટમાં મોટી ભેંટ આપવા મોદીની હિલચાલ

પહેલી ફેબ્રુઆરીના દિવસે નાણામંત્રી અરુણ જેટલી બજેટ રજૂ કરનાર છે. જેને લઇને તમામ તૈયારીઆે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 1.3 અબજ લોકોને ધ્યાનમાં લઇને ચૂંટણી વર્ષમાં બજેટ ખુબ મહત્વપૂર્ણ રહેશે. નરેન્દ્ર મોદી સરકાર પાસે કેટલાક મુદ્દા અને વિકલ્પાે રહેલા છે. જાણકાર લોકો કહી રહ્યાા છે કે, મોદી પાસે પણ સાવધાની રાખવા સિવાય અન્ય વિકલ્પ નથી. 2014માં લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવેલી મોદી સરકાર માટે સમય ખુબ ઝડપથી પસાર થઇ રહ્યાાે છે. નવી ચૂંટણી માટે દોઢ વર્ષનાે સમય રહેલો છે. શહેરોથી લઇને ગામ સુધી પ્રચંડ સમર્થનના લીધે મોદી સરકાર સત્તામાં આવી હતી. સરકાર ગ્રામિણ મતદાતાઆેને પ્રભાવિત કરવા કયા પગલા લેવા જઈ રહી છે તે બાબત પણમહત્વપૂર્ણ છે. શહેરી મતદાતાઆે ઉપર ધ્યાન કેન્દ્રિત કરનાર સરકારોને કદાચ જ સફળતા હાથ લાગી છે. આવી સ્થિતિમાં સરકાર ગામો અને ખેડૂતાે ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ગ્રામિણ ક્ષેત્રોમાં કિસાનાે અને અન્ય લોકોમાં નારાજગી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં સરકાર કુલ વસતીના 68 ટકા હિસ્સાને સાથે લઇને આગળ વધવાના પ્રયાસાે કરશે. મોદી સરકાર ખેડૂતાેના જીવન સ્તરના સુધારા કરી 2022 સુધી તેમની આવક બે ગણી કરવા કહી ચુકી છે. મોદી સરકારનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. સરકારને આઠ રાજ્યો અને સામાન્ય ચૂંટણી સહિત નવ ચૂંટણીનાે સામનાે કરવો પડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામિણ ક્ષેત્રમાં ભાજપનાે દેખાવ નિરાશાજનક રહ્યાાે હતાે. આવી સ્થિતિમાં અરુણ જેટલી ગ્રામિણ વસ્તી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. મોદી સરકાર દેશના પગારદાર વગૅને રાહત આપી શકે છે. સરકાર તરફથી ઇન્કમટેક્સ સ્લેબમાં રાહતાે આપવામાં આવી શકે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રાહત આપવામાં આવી શકે છે. એટલે કે મૂડીરોકાણ પર ટેક્સમાં રાહતાેની મર્યાદા વધી શકે છે. હાલમાં ઇન્કમટેક્સ એક્ટની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાની ટેક્સ છુટ મળે છે. જો સરકાર આવું કરશે તાે પગારદાર લોકોની પાસે ખર્ચ કરવા માટે વધારે નાણા રહેશે. પીએમઆે અને નાણામંત્રાલય તરફથી રેવેન્યુ ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ખુબ આેછા માર્જિનથી જીતી શક્યું હતું. નવ રાજ્યોમાં આ વષેૅ ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં તેમની સામે ખુબ પડકારો રહેલા છે. 2015-16માં ગ્રામિણ ક્ષેત્રોમાં બેરોજગારીનાે દર વધી ગયો છે. 2015માં ખેડૂતાે દ્વારા આત્મહત્યાની સંખ્યા એક વર્ષની અગાઉની સરખામણીમાં 2015માં 43 ટકા વધી હતી.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા