કેન્દ્રીય કર્મચારીઓને નવા ઘર માટે કેન્દ્ર સરકાર તરફથી મળશે આ ભેટ

સરકાર તરફથી નવા મકાનની શોધમાં જોડાયેલા કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ભેંટ મળવા જઈ રહીં છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે નવા મકાનના નિર્માણ અથવા ખરીદી માટે 8.50 ટકાના સામાન્ય વ્યાજથી 25 લાખ રૂપિયા એડવાન્સ પણ લઈ શકશે. આ પહેલા આની મહત્તમ 7.50 લાખ રૂપિયા ઉપાડી શકાતા હતા અને વ્યાજદર છ ટકાથી 9.50 ટકાની વચ્ચે હતું.

મકાન અને શહેરી મામલાના મંત્રાલય સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે, વીસ વર્ષ માટે 25 લાખ રૂપિયાનું કર્જ આપનારી અન્ય કંપનીઓની સરખામણીમાં હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સનો લાભ ઉઠાવીને લગભગ 11 લાખ રૂપિયા બચાવી શકાશે.

તેમણે કહ્યુ છે કે, જો એસબીઆઈ જેવી બેંક દ્વારા પચ્ચીસ લાખની લોન વીસ વર્ષ માટે હાલના 8.35 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજથી લેવામાં આવે તો માસિક હફ્તો 21 હજાર 459 રૂપિયાનો બને છે.

document.getElementById("sampleDiv").innerHTML = '

20 વર્ષના આખરમાં ચુકવવામાં આવતી રકમ 51.50 લાખ થઈ જાય છે. તેમાં વ્યાજના 26.50 લાખની રકમ પણ સામેલ છે.

જો આ લોન એચબીએ પાસેથી વીસ વર્ષ માટે 8.50 ટકાના સામાન્ય વ્યાજથી લેવામાં આવે, તો પહેલા પંદર વર્ષો માટે માસિક હફ્તો 13 હજાર 890 રૂપિયાનો થાય છે. ત્યારબાદ પ્રતિ સપ્તાહ 26 હજાર 411 રૂપિયાનો માસિક હફ્તો આવે છે.
આમ અદા કરવામાં આવેલી રકમ 40.84 લાખ છે. તેમાં વ્યાજના 15.84 લાખ રૂપિયા પણ સામેલ છે. જો કોઈ દંપત્તિ કેન્દ્ર સરકારના કર્મચારી છે. તો તેઓ આ યોજનાનો ફાયદો અલગ-અલગ અને એકસાથે પણ ઉઠાવી શકે છે.
આ પહેલા બંનેએ કોઈ એક જ આ લાભ લઈ શકતું હતું.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા