ગુજરાતના ફિક્સ પગારદારોના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આ સપ્તાહે જ આવી શકે છે ચુકાદો,

ગાંધીનગરઃ ગુજરાતના ફિક્સ પગારદારોને કાયમી કર્મચારીઓ જેટલો પગાર અને અન્ય લાભો આપવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આગામી 20 માર્ચના રોજ સુનાવણી યોજાશે. સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ફિક્સ પગારદારો વતી આ કેસ યોગક્ષેમ ફાઉન્ડેશન લડે છે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે ફિક્સ પગારદારોને કાયમી કરવા અંગે ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી હતી અને તેમને કેમ કાયમી નથી કરાતા તેવા પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે એવી દલીલ કરી હતી કે, જો તેમને કાયમી કરાય તો સરકારી તિજોરી પર ૮ હજાર કરોડનો બોજો પડી શકે છે.

નોંધનીય છે કે આ અગાઉ સરકારે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ફિક્સ પગારદારોના પગારમાં વધારો કર્યો હતો. જેમાં 10500 રૂપિયા માસિક પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં વધારો કરી 16224 રૂપિયા જ્યારે 7100 રૂપિયા માસિક પગારમાં વધારો કરીને 1900 રૂપિયા ખાસ માસિક ભથ્થા સાથે કુલ માસિક 9000 રૂપિયા કરવામાં આવ્યો હતો.આ સિવાય તેમને એક વર્ષ થયું છે તેમને 1500 રૂપિયા ખાસ ભથ્થા પરનો વાર્ષિક વધારો મળ્યો છે.

રાજ્યમાં હાલમાં વર્ગ 3 અને વર્ગ 4નાં 4 લાખ જેટલા ફીક્સ પગારદારો છે. 2011 પછી કાયમી થયેલા 2 લાખથીવધારે કર્મચારીઓ છે. આમ ફીક્સ પગારની નીતિથી પ્રભાવિત રાજ્યમાં ઓછામાં ઓછા 6 લાખ કર્મચારીઓ છે. રાજ્યના 15થી વધારે વિભાગોમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓ ફીક્સ પગારદાર તરીકે 2006થી કાર્યરત છે.

આ વિભાગોમાં, સચિવાલય કેડર, પોલીસ, મહેસુલ, પંચાયત, ફાઈનાન્સ વિભાગ, ફોરેસ્ટ, નર્મદા, શિક્ષણ, કૌશલ્ય તાલિમ, સ્વાસ્થ્ય, વિધાનસભા, જીપીએસસી હેઠળના ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત થતી ભરતીઓ, આરટીઓ, રોડ એન્ડ બીલ્ડીંગ,કાયદા વિભાગ, ઉદ્યોગ, ઉર્જા, શહેરી વિકાસ વિભાગનો સમાવેશ થાય છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા