જો તમે બેંકમાં 25 લાખ રૂપિયા કરતા વધુ જમા કરાવ્યા છે તો હમણા જ વાંચીલો આ સમાચાર

આયકર વિભાગે નોટબંધી પછી બેંક એકાઉન્ટમાં 25 લાખ રૂપિયા કરતા વધારે જમા કરાવનારા  અને નિર્ધારિત તારીખ સુધી રિર્ટન નહિ આપનાર 1.16 લાખ લોકો અને કંપનીઓને નોટિસ ફટકારી છે. સેન્ટરલ ડાયરેકટ ટેક્સ બોર્ડ (સીબીડિટી)ના ચેરમેન સુશીલ ચન્દ્રાએ મંગળવારે આ જાણકારી આપી હતી.

તેમણે કહ્યું કે, તે સિવાય એવા લોકો જેઓએ પહેલાથી ટેકસ રિર્ટન ભરી દીધુ હોય, પંરતુ બેંક એકાઉન્ટમાં મોટી રકમ જમા કરાવી હોય તેવા લોકોની પણ તપાસ ચાલુ છે. આયકર વિભાગે નોટબંધી પછી 500 અને 1,000 રૂપિયાની 1.50 લાખ રૂપિયા કરતા વધારે નોટ જમા કરનાર લોકોની પણ તપાસ કરી છે.

અત્યાર સુધીમાં ટેક્સ રિર્ટન જમા ન કરાવ્યું હોય તેવા  કેટલાક લોકો અને કંપનીઓને અલગ- અલગ કરવામાં આવ્યા છે. તેવા લોકોને 25 લાખ રૂપિયા કરતા વધારે જમા કરાવનાર અને 10  થી 25 લાખ રૂપિયા સુધી જમા કરાવર લોકોની શ્રેણીમાં રાખવમાં આવ્યા છે. ચંદ્રાએ કહ્યું કે, ‘ નોટબંધી પછી બંધ નોટમાં 25 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે જમા કરાવનાર લોકોની સંખ્યા 1.16 લાખ છે. આ લોકોએ અત્યાર સુધીમાં પોતાનું રિર્ટન જમા નથી કરાવ્યું. તેમણે જણાવ્યું કે, આવા લોકો અને કંપનીઓને 30 દિવસની અંદર પોતાનું ટેકસ રિર્ટન ફાઇલ કરાવાનું રહેશે.

ચંદ્રાએ કહ્યું કે, 2.4 લાખ લોકો એવા છે કે તેઓએ બેંક એકાઉન્ટમાં 10 થી 25 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, પરંતુ તેઓએ અત્યાર સુધીમાં રિર્ટન ફાઇલ નથી કર્યુ.

તેમણે કહ્યું કે, આ લોકોને બીજી શ્રેણીમાં નોટિસ ફટકારવામાં આવશે. આ નોટિસ ઇન્કમ  ટેક્સ એકટની કલમ 142 (1) હેઠળ મોકલવામાં આવશે. અધિકારીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ઇન્કમ ટેક્સના કાયદાના ઉલ્લંઘન માટે 609 લોકોની વિરુધ્ધ ફરિયાદ નોંધવાની શરૂઆત કરવામાં આવી  છે અને આ સંખ્યા ગત વર્ષે આજ સમયગાળા દરમિયાન 288 હતી તેના કરતા બમણી છે. આ વર્ષે કુલ 1,046 ફરિયાદ નોંધવામાં આવી છે,જ્યારે ગત વર્ષે આજ સમયગાળા દરમિયાન આ આંકડો 652 હતો.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા