Facebook પર Video અપલોડ કરો, લાખો રૂપિયા કમાવો

FacebookWhatsAppTwitterEmailFacebook MessengerGoogle+

YouTubeને ટક્કર આપવા માટે Facebook પોતાની વીડિયો વેબસાઈટ ફેસબુક ક્રિએટર લોન્ચ કરી છે. જેની પર તમે પોતાનો વીડિયો અપલોડ કરી શકશો, સર્ચ કરી શકશો. વીડિયોને લાઈક અને તેની પર કોમેન્ટ કરી શકશો. સાથે તેના દ્વારા કમાણી કરી શકશો. પરંતુ ફેસબુક ક્રિએટર પર અત્યારે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. ફેસબુકનું કહેવું છે કે, આને તમારું કમાવાનું સાધન બનશે.

રજીસ્ટ્રેશન કરવા માટે https://www.facebook.com/creators પર જવાનું રહેશે અને પછી જોઈન પર ક્લિક કરવાનું રહેશે. સાથે જ તમારે તમારા ફેસબુક એકાઉન્ટ પર લોગ ઈન થવું જરૂરી છે. બાદમાં જરૂરી માહિતી જેવી કે વીડિયો કેવીરીતે મૂકશો, પાર્ટ ટાઈમ કે ફુલ ટાઈમ જેવી ડિટેઈલ્સ ભરવાની રહેશે. બાદમાં તમારે વીડિયો ચેનલ જેવી યુ-ટ્યુબની યુઆરએલ પણ મૂકવી પડશે. બાદમાં લેટ્સ ડુ પર ક્લિક કર્યા બાદ તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ ફેસબુક ઈ-મેઈલના માધ્યમથી નિયમો અને શરતોની પૂરી માહિતી આપશે.

કેવીરીતે થશે કમાણી?

ફેસબુક ક્રિએટરના માધ્યમથી 4 પદ્ધતિથી કમાણી કરી શકશો. બ્રાન્ડેડ કન્ટેન્ટ, મર્ચેડાઈઝ, ટુર્સ એન્ડ એડ બ્રેક્સ. જેમાં એડ બ્રેક્સ સૌથી મહત્વનું છે. કારણકે લોકો તેના દ્વારા કમાણી કરે છે. એડ બ્રેક્સમાં તમારા વીડિયો પર એડ આવે છે, પરંતુ હજી આ પ્રોસેસ બીટા મોડમાં છે અને થોડા સમયમાં શરૂ થવાનું અનુમાન છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો ફરિયાદ કરો
અમને તમારી ચિંતા જણાવો
રસ નથી
ખોટા સમાચાર
અસંસ્કારી/બિભત્સ
જૂના સમાચાર
પુનરાવર્તિત વિગત
વધુ રિપોર્ટ કરો
submit