આ કંપનીનો મોબાઈલ ખરીદવા પર વિદ્યાર્થીઓને મળશે 3800 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

OnePlusના ફ્લેગશીપ સ્માર્ટફોન One Plus 5 પર ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. આ સ્માર્ટફોન હાલમાં બજારમાં રહેલા શાનદાર એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાંથી એક છે. આમાં ડ્યુઅલ કેમેરો આપવામાં આવ્યો છે, આના સ્પેસિફિકેશન દમદાર છે. કંપનીએ વિદ્યાર્થીઓ માટે 10 ટકા સુધી છૂટ આપવાની જાહેરાત કરી છે. જોકે, તેના માટે તમારે એક પ્રોસેસમાંથી પ્રસાર થવું પડશે, ત્યાર બાદ ડિસ્કાઉન્ટ લઈ શકશો.

વન પ્લસના વિદ્યાર્થી પ્રોગ્રામની શરૂઆત કરી છે, જે હેઠળ આ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. કંપનીની અધિકારિક વેબસાઈટ પર આની માહિતી આપવામાં આવી છે. કંપનીના અધિકારીક બ્લોગમાં કહેવામાં આવ્યું છે, 3 નાના એસાઈન્ટમેન્ટ દ્વારા તમારી યોગ્યતાને તપાસવામાં આવશે.

document.getElementById("sampleDiv").innerHTML = '

આ પ્રોગ્રામ હેઠળ સ્ટૂડન્ટને સસ્તામાં આ સ્માર્ટફોન ખરીદવામાં આવશે.

આ ઓફરનો લાભ ઉઠાવવા માટે યૂઝર્સને ત્રણ સાધારણ સ્ટેપના માધ્યમથી આને એક્ટિવ કરવાનું રહેશે, જેનાથી તે પુષ્ટી થશે કે, તમે વિદ્યાર્થી છો. તે માટે તમારે લોગિન કરીને તમારી સ્ટૂડન્ટ આઈડી અપાવવી પડશે. પછી એકાઉન્ટ વેરિફિકેશન બાદ તમે સ્ટૂડન્ટ એક્સેસ કરી શકશે.
જો તમારી પાસે એકાઉન્ટ નથી તો તમારે One Plus સ્ટૂડન્ટ પ્રોગ્રામ વેબસાઈટ પર જઈને આપવામાં આવેલ "Login To Student Beans" પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને માંગવામાં આવેલી જાણકારી આપવાની રહેશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા