જો પેટ ફૂલે છે કે અપચો થાય છે, તો આવી રીતે કરો વરિયાળીનું સેવન


વરિયાળીમાં ઘણા એવા પોષક તત્વો હોય છે કે જે સ્વસ્થ રહેવા માટે ખૂબ જરૂરી હોય છે. વરિયાળીનો સૌથી મોટો ફાયદો તો એ છે કે તે યાદદાશ્ત વધારે છે અને શરીરને ઠંડું રાખે છે. વરિયાળીમાં કૅલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઈ, એનિથોલ, એસ્ટ્રૅગોલ, ફેનચોન, મૅગ્નેશિયમ જેવા ઘણા ખનિજ તત્વો હોય છે. આ ઉપરાંત તેની સુગંધ પણ બહુ સારી હોય છે અને તાજગીનો અહેસાસ કરાવે છે. એટલું જ નહીં, અપચો, એસિડિટી અને પેટમાં ગૅસ બનવા પણ તે રોકે છે.

વરિયાળીમાં મોજૂદ એનેથોલ, ફેનચોન અને એસ્ટ્રૅગોલનાં કારણે વરિયાળીમાં એંટી-સ્પાસ્મોડિક તથા એંટી-ઇન્ફ્લૅમટરી ગુણો હોય છે. તેનાંથી આંતરડાઓની માંસપેશીઓને આરામ મળે છે કે જેથી પેટમાં ફસાયેલો ગૅસ બહાર નિકળી જાય છે. આવો એવા જ કેટલાક વધુ ઉપાયો જાણીએ.

1. વરિયાળીની ચા
પેટમાં ગૅસનો રામબાણ ઇલાજ છે વરિયાળીની ચા. તેના માટે 2 ચમચી વાટેલી વરિયાળીને એક કપ પાણીમાં નાંખી ઉકાળો. હવે તેમાં ચાનો પાવડર, થોડોક ગોડ અને 1/4 દૂધ મેળવો. તેને સારી રીતે ગરમ કરો અને ગાળીને પીવો. આપને તરત જ ગૅસ અને અપચામાંથી છુટકારો મળશે.

2. એલચી અને આદુ સાથે વરિયાળી
તેના માટે એક ચમચી વરિયાળી અને આદુનો એક નાનો ટુકડો લો. તેને એક કપ પાણીમાં મેળવી ઉકાળો. આ મિશ્રણને દિવસમાં ભોજન બાદ 2-3 વખત લો. આદુ આંતરડામાં બનેલો ગૅસ બહાર કાઢવામાં મદદ કરે છે.

3. વરિયાળી ચાવીને ખાવો
પેટનો ગૅસ દૂર કરવા માટે આપ ભોજન બાદ વરિયાળી ખાઈ શકો છો. તેને ાપ દિવસમાં ત્રણથી ચાર વખત ખાવો. તેનાંથી આંતરડામાં ફસાયેલો ગૅસ તરત નિકળી જશે.

4. ફુદીના સાથે વરિયાળી
એક ચમચી વરિયાળી, 1-2 ફુદાનાનાં પાંદડાઓને 1/4 એલચી પાવડર સાથે એક કપ પાણીમાં મેળવી લો. તેને પાંચ મિનિટ માટે ઉકાળો અને પછી ગાળી લો. ફુદીનામાં એંટી-સ્પાસ્મોડિક ગુણઓ હોય છે કે જેનાથી પાચન તંત્રની માંસપેશીઓને આરામ મળે છે. જ્યારે પણ આપને ગૅસની તકલીફ થાય, તેને પીવો.

5. વરિયાળી, કાળી મરી અને કાળું મીઠું
તેના માટે 50 ગ્રામ વરિયાળી, 25 ગ્રામ કાળી મરી અને 50 ગ્રામ કાળુ મીઠું લો. તેમને સારી રીતે વાટીને પાવડર બનાવી લો. આ પાવડરને દિવસમાં એક ચમચી હુંફાળા પાણી સાથે લો.

6. વરિયાળી, ધાણા અને જીરૂં
તેના માટે વરિયાળી એક ચમચી, એક ચમચી ધાણા અને એક ચમચી જીરૂં લો. તેમને વાટીને પાવડર બનાવી લો. આ પાવડર ભોજન પહેલા ખાવો. આપનાં પેટમાં ગૅસ બનવો બંધ થઈ જશે.

7. વરિયાળી અને નારંગીની છાલ
એક ચમચી વરિયાળી અને નારંગીની છાલ પાણીમાં નાંખી ઉકાળઈ લો. તેને ગાળીને તેમાં એક ચમચી મધ મેળવો. તેને ભોજન પહેલા ખાવો. તેનાથી ગૅસ બનવો બંધ થઈ જશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા