રૂા.3.50 લાખમાં 2-BHK, 5.50 લાખમાં 3-BHKના ફ્લેટઃ ‘રૂડા’ની મુખ્યમંત્રી ગૃહ યોજનાના ફોર્મ મેળવવા માટે પડાપડી

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) દ્વારા મુંજકા વિસ્તારમાં નિમાર્ણ થનારી મુખ્યમંત્રી ગૃહ યોજનાની બે સાઈટ માટેના ફોર્મ પ્રસિધ્ધ કરવામાં આવતાં અને આજથી તેનું એચડીએફસી બેન્કની તમામ શાખાઆેમાંથી વિતરણ શરૂ થતાં શહેરીજનોએ આવાસ યોજનાના ફોર્મ લેવા માટે રીતસર પડાપડી બોલાવી દીધી હતી. શહેરમાં આવેલી એચડીએફસી બેન્કની તમામ શાખાઆે બહાર બેન્ક ખુલતાની સાથે જ લાંબી લાઈનો લાગી ગઈ હતી.

વિશેષમાં આ અંગે ‘રૂડા’ના ચીફ એક્ઝિક્યુટીવ આેફિસર પી.બી.પંડયાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુંજકા ટીપી સ્કીમ નં.17ના ફાઈનલ પ્લોટ નં.73 અને 79માં બે આવાસ યોજનાઆેનું નિમાર્ણ કરવામાં આવનાર છે. આ બન્ને મુખ્યમંત્રી ગૃહ યોજનાના ફોર્મ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે અને શહેરમાં કાર્યરત એચડીએફસી બેન્કની તમામ શાખાઆેમાંથી આ ફોર્મ મળી શકશે. ઈડબલ્યુએસ-1 કેટેગરીની આવાસ યોજનાઆેમાં રૂા.3.50 લાખમાં 2-બેડ, હોલ, કિચનનો ફ્લેટ આપવામાં આવશે અને ઈડબલ્યુએસ-2 કેટેગરીમાં રૂા.5.50 લાખમાં 3 બેડ, હોલ, કિચનનો ફ્લેટ આપવામાં આવશે. આ બન્ને આવાસ યોજનાઆે મુંજકા વિસ્તારમાં સાકાર થનાર છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઉપરોક્ત બન્ને આવાસ યોજનાઆેમાં અરજી કરનારની વાર્ષિક આવક રૂા.3 લાખથી વધુ ન હોવી જોઈએ. રૂા.3 લાખની મર્યાદામાં વાર્ષિક આવક ધરાવનારને જ ઉપરોક્ત આવાસ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા