વોડાફોન લાવ્યું ‘છોટા ચેમ્પિયન’ પ્લાન, 38 રૂપિયામાં 28 દિવસ સુધી ડેટા અને વોઈસ કોલ મળશે

નવી દિલ્હીઃ વોડાફોન ઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે નવો પ્લાન લઈને આવ્યું છે. આ નવા પ્લાનનું નામ છે છોટા ચેમ્પિયન. કંપનીએ પ્રીપેડ ગ્રાહકો માટે કોલ આ કોલ અને ડેટાનો ઇન્ટિગ્રેટેડ પ્લાન છે.

38 રૂપિયાના આ રિચાર્જમાં ગ્રાહકોને 100 લોકલ-એસટીડી કોલ કરી શકે છે સાથે જ 100 એમબી ડેટા પણ મળશે. આ છોટા ચેમ્પિયન પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

ઉપરાંત વોડાફોને થોડા જ દિવસ પહેલા સુપર વીક પ્લાન ઉતાર્યો હતો. સુપરવીક પ્લાન 7 દિવસની વેલિડિટીની સાથે આવે છે જેની કિંમત 69 રૂપિયા છે.

આ પ્લાન અનલિમિટેડ કોલિંગની સાથે આવે છે અને 500MB ડેટા પણ મળે છે. આ પ્લાનમાં ડેટાના સ્થાને કોલને મહત્ત્વ આપવામાં આવ્યું છે.

વોડાફોને 177 રૂપિયાવાળો બીજો ટેરિફ પ્લાન પણ ઉતાર્યો છે. આ પ્લાનની વેલિડીટી પણ 28 દિવસ છે જેમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા મળશે અને અનલિમિટેડ કોલિંગ પણ મળશે.

જોકે 177 રૂપિયાવાળા આ પ્લાનમાં યૂઝરને ફ્રી ઇનકમિંગ અને આઉટગોઈંગ રોમિંગ નહીં મળે. સાથે જ આ પ્લાન નવા વોડાફોન યૂઝર્સ માટે જ છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા