Jio અને Vodafoneના ગ્રાહક છો તો નેક્સ્ટ રિચાર્જ કરતા પહેલાં આ વાંચી લેજો

વોડાફોન અને જિયોની વચ્ચે ટેરિફ પ્લાન લઇને ટક્કર છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. વોડાફોને જિયોના નવા ધન ધના ધન પ્લાનને ટક્કર આપવા માટે નવો ‘સ્ટૂડેન્ટ સરવાઇલલ કિટ’ લોન્ચ કરી છે. આ પ્લાન જિયોના પ્લાનની કિંમતથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. જિયોને હમણા જ પોતાનો પ્લાન રિવાઇઝ્ડ કર્યો અને હવે ધન ધના ધન પ્લાન 399 રૂપિયામાં ઉપલબ્ધ છે. વોડાફોન અને જિયોના આ પ્લાનમાં એક વાત સરખી છે અને તે છે બંને પ્લાનમાં 84GB ડેટા મળે છે અને તે પણ 84 દિવસની વેલિડિટીની સાથે.. એવામાં અમે તમને જણાવીશું કે તમારા માટે કયો પ્લાન સારો છે..

વોડાફોને આ વખતે લાંબી વેલિડિટીની સાથે પ્લાન લોન્ચ કર્યો છે. આ માટે પહેલા 445 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે, જે હેઠળ 84 દિવસો માટે સ્ટૂડેન્ટ્સને અનલિમિટેડ વૉઇસ કૉલ, પ્રતિ દિવસ 1GB 3G/4G ડેટા, અલગ-અલગ બ્રાન્ડ્સની કૂપન, મેસેન્જર બેગ ફ્રીમાં મળશે. આ પ્લાનમાં યૂઝરને 84GB ડેટા મળશે અને ફ્રી કૉલિંગ અને મેસેજની સુવિધા મળશે. 445 રૂપિયાના પહેલા રિચાર્જ બાદ તમને આ બેનિફિટ 352 રૂપિયામાં મળશે.

પરંતુ વોડાફોનના આ પ્લાનમાં થોડો ટ્વિસ્ટ છે. વોડાફોન સરવાઇવલ કિટ માત્ર દિલ્હી-NCRના સ્ટૂડેન્ટ્સ માટે લોન્ચ કરવામાં આવી છે. પહેલા રિચાર્જ માટે 445 રૂપિયા આપવા પડશે, જેમાં 84GB ડેટા અને ફ્રી કૉલિંગ મળશે. આ સાથે જ OLA, Zomato ના ડિસકાઉન્ટ કૂપન પણ મળશે. ત્યારબાદ યૂઝર્સે આ જ ફાયદો 352 રૂપિયામાં મળશે. ટૂંક સમયમાં વોડાફોન આ પ્લાન દેશનાં બાકી શહેરોમાં લોન્ચ કરશે.
ફ્રી કૉલિંગ માટે વોડાફોને લિમિટ રાખી છે, 300 મિનિટ પ્રતિ દિન અને જ્યારે પ્રતિ સપ્તાહમાં આ લિમિટ 1200 મિનિટની હશે.

આ પહેલા વોડાફોને 244 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં યૂઝરને 1GB પ્રતિ દિન ડેટા મળશે અને સાથે જ અનલિમિટેડ કૉલિંગ સુવીધા મળશે. આ પ્લાનની વેલિડિટી 70 દિવસો સુધીની છે. આ ફાયદો કસ્ટમરને પહેલા રિચાર્જ પર મળશે, એટલે કે આ પ્લાન માત્ર ન્યૂ યૂઝર્સ માટે છે.

જિયો 399 રૂપિયાનો પ્લાન:
ધન ધના ધન ઑફરને માટે કસ્ટમરને હવે 399 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. 399 રૂપિયાના પ્લાનમાં જિયો યૂઝર્સે 3 મહિના સુધી અનલિમિટેડ કૉલિંગ અને પ્રતિ દિવસ 1GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ સુધીની છે. 309 રૂપિયાના પ્લાનને પણ જિયોએ રિવાઇ્ઝ કર્યો છે, આ પ્લાનમાં 1GB ડેટા પ્રતિ દિવસ મળશે અને સાથે જ અનિલિમિટેડ કૉલિંગ પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. જ્યારે 509 રૂપિયાના પ્લાનની વેલિડિટી 56 દિવસ કરી દીધી છે જેમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગ અને 112GB ડેટા મળશે. પહેલાની જેમ જ પ્રતિ દિન 2GB ડેટાની FUP લિમિટ આપવામાં આવી છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા