Gujarat માં જનઆક્રોશ ચરમસીમાએ, જનવેદના સંમેલનમાં હજારો કર્મચારીઓ અને ખેડૂતો જોડાયા


Gujarat માં જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતી જાય છે એમ એમ રાજ્ય સરકાર પર પડકારો વધતા જાય છે ત્યારે ગાંધીનગર ખાતે એક જન વેદના મહાસંમેલનનુ આયોજન જન અધિકાર મંચના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી કર્મચારીઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનો ઉમટી પડ્યા હતા.

મહાસંમેલનમાં લડતના કન્વીનર અને યુવાનેતા પ્રવીણ રામે જણાવ્યું કે ગુજરાતમાં કોન્ટ્રાકટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી, બેરોજગાર યુવાનો, ગ્રાન્ટ ઇન એડના શિક્ષકો, આશા બહેનો, આંગણવાડી બહેનો, ઇલેક્ટ્રિક આસીસ્ટન્ટ, સફાઈ કર્મચારીઓ, ૧૦૮ ના કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ, ફાર્મસીસ્ટો, દિવ્યાંગો, પશુધન નિરીક્ષકો, કમીશન પર કામ કરતા કર્મચારીઓ, ૧૯૯૬ થી ૨૦૦૬ ના શિક્ષકો તેમજ ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે ત્યારે આ તમામ શોષિત લોકોને ન્યાય મળવો જોઈએ તેમજ વધુમાં પ્રવીણ રામે જણાવ્યું કે અમારા આ કર્મચારીઓ, બેરોજગાર યુવાનો અને ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ જે પક્ષ લાવશે એ પક્ષને ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં ખુલ્લું સમર્થન આપવામાં આવશે.

પ્રવીણ રામે જણાવ્યું કે અમારી ફિક્સ પગારની લડતના કારણે લાખો પરિવારોને ફાયદો થયો છે તેમજ અમે જે લોકો માટે છેલ્લા ૩ વર્ષથી લડી રહ્યા છે એ લોકોની સંખ્યા સમગ્ર ગુજરાતમાં ૩૦ લાખથી પણ વધુ છે અને આ તમામ લોકો ગુજરાતની તમામ વિધાનસભામાં ફેલાયેલા છે ત્યારે અમે ગુજરાતની દરેક વિધાનસભામાં સરેરાશ ૧૫ થી ૨૦ હજાર લોકો માટે લડત ચલાવી છે ત્યારે આ ૧૫ થી ૨૦ હજાર મતદારો દરેક સીટમાં કિંગમેકર ની ભૂમિકા ભજવી શકે છે.

તેમજ ગીર પંથકમાં ઇકોઝોન માટે ચાલેલી અમારી લડત ૫ વિધાનસભાની સીટમાં અસર કરશે અને જન અધિકાર મંચની ગુજરાતના ૩૦૦૦ ગામડાઓની ગ્રામ્ય લેવલની ૧૫ વ્યક્તિની બોડી પણ અનેક સીટો પર અસર કરશે આમ અમે ગુજરાતની ૧૮૨ વિધાનસભાની સીટો પણ કિંગમેકરની ભૂમિકા ભજવી શકીએ છે ત્યારે જે પક્ષ અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે એમને અમારું સમર્થન રહેશે.

૧૭/૧૦/૨૦૧૭ એ વિશ્વ ગરીબી નાબુદી દિન હોઈ ત્યારે આ શોષિતોને ન્યાય આપી ગુજરાતમાંથી ગરીબી નાબુદ કરવામાં આવે નહિતર આ ૧૭ તારીખના કાર્યક્રમની અસર ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં પડશે એવી ચીમકી પણ પ્રવીણ રામ દ્વારા ઉચ્ચારવામાં આવી.

* સરકાર સમક્ષ અમારી માંગણીઓ જેવી કે,

1. તમામ વિભાગના કોન્ટ્રાકટ કર્મચારીઓને જોબ સિક્યોરીટી આપી સમાન કામનું સમાન વેતન આપવામાં આવે તેમજ આઉટસોસર પ્રથા બંધ કરી આઉટસોર્સમાં કામ કરાતા કર્મચારીઓને કાયમી ધોરણે નોકરી આપવામાં આવે.

2.આશા બહેનો અને આંગણવાડી બહેનોને લઘુતમવેતન આપવામાં આવે.

3. ફિક્સ પગાર વધારાથી વંચિત તમામ કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવે.(ગ્રાન્ટઇન એડના શિક્ષકો,બોર્ડ,નિગમ,નગરપાલિકા,મહાનગરપાલિકા ના કર્મચારીઓ)

4. ઇલેક્ટ્રિક આસીસ્ટન્ટઓ (હેલ્પર) ને કાયમી રોજગારી આપવામાં આવે.

5. સફાઈ કર્મચારીઓ અને ૧૦૮ ના કર્મચારીઓને ન્યાય આપવામાં આવે.

6. બેરોજગાર યુવાનો માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે.

7. ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે.

8. મેડીકલ સ્ટોર્સમાં ફાર્મસીસ્ટને ફરજીયાત કરવામાં આવે.

9.ફિક્સ પગાર પ્રથા કાયમી માટે નાબુદ કરવામાં આવે.

10. દિવ્યાંગો માટે યોગ્ય નિર્ણય કરવામાં આવે.

11. પશુધન નિરક્ષકમાં કૃષિ યુનીવર્સીટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને જ લેવામાં આવે.

12. કમીશન ઉપર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોને ન્યાય આપવામાં આવે.

13. ૧૯૯૬ થી ૨૦૦૬ સુધીના કર્મચારીઓને પણ ન્યાય આપવામાં આવે.

14. કાયમી કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેમજ અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે.

15. ૧૦ વર્ષની બોન્ડ પ્રથા દુર કરવામાં આવે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા