ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ માટે કરી કઈ મહત્વની જાહેરાત, જાણો વિગત

ગાંધીનગર: પોલીસ અને તેમના પરિવારજનોની સવલતો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હવેથી, બે રૂમ રસોડાના આવાસને બદલે ત્રણ રૂમ રસોડાવાળા આવાસો ફાળવવામાં આવશે. ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા હવે પછીથી બનનારા મકાનોમાં તેનો અમલ કરવામાં કરવામાં આવશે. રાજ્યના પોલિસ તંત્ર માટે રહેણાંક અને બિન રહેણાંક મકાનો માટે ચાલુ વર્ષના બજેટમાં 282 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં ખેડા જિલ્લામાં પોલીસ માટેના રહેણાંક આવાસો અંગેના પ્રશ્નનો પૂછાયો ત્યારે ત્યારે રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ માટે બનતા આવાસોનું ઇન્સ્પેક્શન થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે છે. બિનરહેણાંક મકાનોમાં પ્રથમ પોલીસ સ્ટેશનો અને ત્યાર બાદ આઉટ પોસ્ટનું નિર્માણ હાથ ધરવામાં આવે છે.

પોલીસ તંત્રમાં રહેણાંક અને બિનરહેણાંકના મકાનોમાં વિવિધ સંવર્ગવાર જુદી-જુદી કેટેગરી જેવી કે, કોન્સ્ટેબલ માટે B, પી.એસ.આઇ. માટે C, પોલીસ ઇન્સ્પેક્ટર માટે D, નાયબ પોલીસ અધિક્ષક-પોલીસ અધિક્ષક માટે ઈ-ઈ-1 એ રીતે વિવિધ સુવિધા યુક્ત આવાસોનું નિર્માણ કરવામાં આવે છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા