Jio ફોન જો 3 વર્ષ પહેલાં જ પરત કરી દેશો તો? જુઓ શું થશે તમારી ડિપોઝીટનું?

રિલાયન્સ જિયો ઇન્ફૉકૉમ પોતાવા 4G ફિચરફોન માટેની રિફન્ડ પૉલિસીની જાહેરાત કરી શકે છે, જેમાં સબ્સક્રાઇબરને 3 વર્ષ સુધી નિશ્ચત સમયગાળામાં હેન્ડસેટ પરત કરવાની સવલત પણ મળશે. જેના બદલે ડિપોઝિટની રકમમાંથી નક્કી કરવામાં આવેલ રકમ પરત કરવામાં આવશે. આ મામલામાં અંગે નજીકના સૂત્રો મુજબ, જિયો ગ્રાહકોને 3 વર્ષ પહેલા ફોન પરત કરવાનો ઑપ્શન આપશે. તેમજ ક્યારે ફોન પરત કરવામાં આવે છે તે સમયના અનુસાર ડિપોઝિટની રકમ પરત કરવામાં આવશે.

સૂત્રોનુસાર, ભવિષ્યમાં રિફન્ડની શરતો અંગેની જાહેરાત કરવામાં આવશે. ફિચર ફોન 15 ઓગસ્ટથી બીટા ટેસ્ટિંગ માટે ઉપબલ્ધ છે અને તેની પ્રી-બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થશે. જિયોએ 1500 રૂપિયામાં ફિચરફોન આપવાનું એલાન કર્યુ છે અને આ રકમ 3 વર્ષ બાદ ગ્રાહકોને પરત આપવામાં આવશે. એક્સપર્ટ્સ અનુસાર, 153 રૂપિયાના મંથલી ટેરિફ પ્લાનને કારણે આ ફોનને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ કારણથી કંપનીના ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધશે.આ વચ્ચે જિયો આ રિફન્ડ પૉલિસીની જાહેરાત કરવા જઇ રહી છે.

જિયો પોતાના 4G ફિચર ફોન દ્વારા 50 કરોડ ગ્રાહકોને ટાર્ગેટ કરી રહ્યું છે. દેશમાં આટલા લોકો હજુ પણ ફીચર ફોનનો ઉપયોગ કરે છે. જિયોના અત્યાર સુધીમાં 12.5 કરોડ ગ્રાહકો બની ચૂક્યા છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા