ફક્ત 1 રૂપિયામાં 10 કિમી ચાલશે આ સ્કૂટર, જાણો કેટલામાં થાય છે બુકિંગ

જાપાનની ટૂ-વ્હીલર વાહન નિર્માતા કંપની ઓકિનાવા ટૂ-વ્હીલર્સે નવા સ્કૂટરની લોન્ચિંગની સાથે જ ભારતીય બજારમાં ધમાકેદાર ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. આ જાપાની કંપની ઇલેકટ્રિક ટૂ-વ્હીલર બનાવે છે. આ પહેલા કંપનીએ ભારતીય બજારમાં 2016માં ઇલેકટ્રિક સ્કુલ ‘રિજ’ને રજૂ કર્યા હતા. હવે લોન્ચ કરવામાં આવેલ ‘પ્રેજ’ને ‘રિજ’નું યોગ્ય વર્ઝન માનવામાં આવે છે. ભારતમાં વધી રહેલા પ્રદુષણ વચ્ચે ઓકિનાવા સૌથી ઝડપથી વધી રહેલી ઇલેકટ્રોનિક વાહન નિર્માતા કંપની છે. પ્રેજ ઓકિનાવાની હાઇસ્પીડ સ્કૂટર છે. તેની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 59,889 રૂપિયા રાખવામાં આવી છે.

ઓકિનાવાના પ્રેજમાં 1000 વોટની દમદાર મોટર લગાવવામાં આવી છે.આ મોટર 3.35 bhpની પાવર ઉત્પન્ન કરે છે.ફુલ ચાર્જ કરવા પર આ એકવારમાં 175થી 200 કિમીનું અંતર કાપવામાં સક્ષમ છે. કંપનીનો દાવો છે કે તેને રસ્તા પર 75 કિમી પ્રતિ કલાકથી સ્પીડથી દોડાવી શકો છો. તેને ફુલ ચાર્જ કરવામાં 2 કલાકનો સમય લાગે છે. તેને ઇલેક્ટ્રિક સ્કૂટરની ઓનરોડ પ્રાઇઝ આશરે 66000 રૂપિયા રહેશે.

કંપની અનુસાર તેને એક કિમી ચલાવવાનો ખર્ચ આશરે 10 પૈસા છે. એટલે કે તમે 10 કિમીની યાત્રા પ્રેજથી કરે છે. તો આશરે 1 રૂપિયાનો ખર્ચ આવશે. સામાન્ય રીતે પેટ્રોલથી ચાલનારા ટૂ-વ્હીલરથી આટલું અંતર કાપવામાં આશરે 15 રૂપિયાનો ખર્ચ આવે છે. આ હિસાબથી આ સ્કૂટર તમારા માટે આર્થિક સાબિત થશે. સ્ટાઇલિશ લુક વાળા આ સ્કૂટરના બે પૈડામાં ડિસ્ક બ્રેક લાગી છે. હાલ બજારમાં ચાલી રહેલા ઇલેકટ્રિક ટૂ-વ્હીલરમાં સૌથી મોટી સમસ્યા તેમની ચાર્જિગને લઇને બની રહે છે. પરંતુ કંપનીના પ્રેજમાં આ સમસ્યાનો પણ સમાધાન લાવવાની કોશિશ કરી છે. પ્રેજમાં ઓકિનાવાએ ડિટેચબલ બેટરી લગાવી છે. આ બેટરીને ગમે ત્યાં લઇ જઇને તમે ચાર્જ કરી શકો છો.

ઓકિનાવાએ આ ઇલેરક્ટ્રિક સ્કૂટરા નિર્માણમાં સેફ્ટી ફીચર્સનું ખાસધ્યાન આપવામાં આવ્યં છે. 12ઇંચના વ્હીલની સાથે જ પ્રેજના ફ્રન્ટમાં ટ્વિન ડિસ્ક બ્રેક્સ આપાવામાં આવ્યા છે. તે સિવાય રિયરમાં પણ સિંગલ ડિસ્ક બ્રેક લાગ્યા છે. વધુમાં રાતે રસ્તા પર ચલાવવામાં કોઇ મુશ્કેલી ન થાય તે માટે સ્કૂટરમાં ડેટાઇમ રનિંગ લાઇટ વાળી એલઇડી હેડલેમ્પ આપ્યા છે. સાથે જ એલઇડી ટેલલાઇટ અને ઇંડીકેટર તેના લુકને વધારે દમદાર બનાવે છે. કંપની 2018માં 150 ડિલરશિપ અને 2020 સુધી દેશમાં 500 આઉટલેટ બનાવવાની છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા