સરકારી નોકરી મેળવવા હવે કરવી પડશે 5 વર્ષ સુધી મિલિટ્રીમાં નોકરી, કાયદો બનવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ સંસદના રક્ષા બાબતોની સ્થાયી સમિતિેએ રક્ષા મંત્રાલયને ભલામણ કરી છે કે તે કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવાઓમાં સીધી નિયુક્તિ ઇચ્છતા ઉમેદવારો માટે 5 વર્ષની અનિવાર્ય સૈન્ય સેવા કરવામાં આવે. આ ભલામણ કરવામાં આવી છે કે આનાથી સશસ્ત્ર દળોમાં અધિકારીઓની કમી દુર થશે.

આ ભલામણને કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગની સાથે પણ ઉઠાવવામાં આવી છે, પણ વિભાગ તરફથી હજુ સુધી સમિતિને કોઇ જવાબ નથી મળ્યો. આનાથી એ સ્પષ્ટ નથી કે જો ભલામમ માની લેવામાં આવશે તો આને કઇ રીતે અમલમાં લાવવામાં આવશે. સમિતિએ પોતાના રિપોર્ટમાં અધિકારીઓની કમીને દુર કરવાને પ્રાથમિકતા આપવાનું કહ્યું છે.

નોંધનીય છે કે, સેનાની ત્રણેય પાંખો જ્યાં તેઓ અધિકારીઓની કમીથી ઝઝૂમી રહ્યાં છે, વળી બીજીબાજુ વાયુસેના પર પડકાર સતત વધી રહ્યો છે.

ભૂમિ દળમાં 7679 અધિકારીઓ નૌસેનામાં 1434 અને વાયુસેનામાં 146 અધિકારીઓની કમી છે. વળી સેનામાં જેસીઓ અને જવાનોની વાત કરીએ તો ભૂમિ દળમાં 20185, નૌસેનામાં 14730 અને વાયુ સેનામાં 15357 સૈનિકોની કમી છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા