મધ્યમ વર્ગને ખુશ કરવા મોદી સરકાર આપશે બહુ મોટી રાહત, જાણો શું કરાશે જાહેરાત ?

નવી દિલ્લીઃ નાના વેપારીઓ અને નિકાસકારોને રાહત આપ્યા બાદ સરકાર હવે મધ્યમ વર્ગને જીએસટીમાં મોટી રાહત આપવા જઇ રહી છે. જીએસટી કાઉન્સીલની હવે પછીની બેઠકમાં એસી રેસ્ટોરન્ટમાં ભોજન પર જીએસટીનો વર્તમાન દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાનો નિર્ણય મોટાભાગે લેવાશે.

એસી રેસ્ટોરન્ટમાં જીએસટીના દર ઘટાડવાથી એસી રેસ્ટોરન્ટમાં ભોજન પર ટેકસનો બોજો 33 ટકા ઘટી જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટી કાઉન્સીલમાં એ વાત પર સહમતી થઇ ગઇ છે કે, એસી અને નોનએસી શ્રેણીના ભેદને સમાપ્ત કરી કોઇપણ રેસ્ટોરન્ટમાં ભોજન પર જીએસટીનો દર 12 ટકા રાખવામાં આવે.

હાલ એસી રેસ્ટોરન્ટ માટે 18 ટકા અને નોન એસી માટે 12 ટકા જીએસટી આપવો પડે છે. જો નિર્ણય લેવાશે તો એસી રેસ્ટોરન્ટ અને નોનએસી રેસ્ટોરન્ટનો ટેકસ સમાન થઇ જશે. આસામના નાણામંત્રી હેમંત વિશ્વ શર્માના વડપણવાળા મંત્રી સમૂહની શુક્રવારે દિલ્હીમાં પ્રથમ બેઠક મળી હતી. જેમાં આ મુદે સહમતી થઇ હતી.

એ પછી છઠ્ઠી ઓકટોબરની કાઉન્સીલની બેઠકમાં મંત્રી સમૂહ રચવા નિર્ણય લેવાયો હતો અને જેને બે સપ્તાહમાં નિર્ણય લેવા જણાવાયુ હતુ. સુત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રી સમૂહે પોતાની ભલામણો જીએસટી કાઉન્સીલની 10 નવેમ્બરની ગુવાહાટીમાં યોજાનારી બેઠકમાં રજુ થશે. જીએસટી અંગે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા કાઉન્સીલ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રી સમૂહની બેઠકમાં એ બાબતે પણ સહમતી બની કે કંપોઝીશન સ્કીમના દાયરામાં આવતા વેપારીઓના વાર્ષિક એક કરોડના ટર્નઓવરની ગણતરી કરતી વખતે તેમાં એ વસ્તુઓના વેચાણને જોડવામાં ન આવે જેને જીએસટીથી મુકિત મળેલી છે. આ કઇ રીતે કરવુ એ અંગે કોઇ પધ્ધતિ જો કે નક્કી નથી થઇ.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા