હવે પેટ્રોલની ઝંઝટથી મળશે છૂટકારો, આ બાઈક 20 રૂપિયામાં આપશે 75 કિમીની માઈલેજ

પુણેની ઈલેક્ટ્રિક મોટરસાયકલ સ્ટાર્ટઅપ કંપની Tork Motors હાલ પોતાની પહેલી ફુલ્લી-ઈલેક્ટ્રિક મોટરસાયકલનું ટેસ્ટિંગ કરી રહી છે. Tork T6Xને જે સમયે રજૂ કરવામાં આવી હતી, તે સમયે તેની કિંમત 1.25 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) રાખવામાં આવી હતી. T6Xની આશરે 1000થી વધુ પ્રી-બુકિંગ મળી ચૂક્યા છે. ભારતમાં આ બાઈકને 2019ના અંત સુધી અથવા 2020ની શરૂઆતમાં 1.5 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) કિંમતે લોન્ચ કરવામાં આવશે.

Tork T6Xમાં 6 kw અથવા 8 bhpની ઈલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે, જે 27Nmનો ટોર્ક જનરેટ કરે છે. ઉપરાંત, તે ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ છે. Torkના જણાવ્યા અનુસાર, T6Xની ટોપ સ્પીડ 100kmph છે અને સિંગલ ચાર્જમાં તે 100kmની એવરેજ આપશે. Tork T6Xમાં ટ્રેલિસ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યા છે અને તે સ્ટીલ અને બેટરી પેકથી લેસ છે. એક કલાકમાં તે 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. બાઈકને ફુલ્લી ચાર્જ કરવામાં ચાર યુનિટ વીજળી જ વપરાશે. કંપનીનો દાવો છે કે, 20 રૂપિયામાં તે બાઈક 75 કિમી સુધી ચાલશે.

ટેસ્ટિંગ દરમિયાન લીક થયેલા ફોટાઓમાં Tork T6X એ જ મોડલ જેવી લાગી રહી છે, જને 2016માં રજૂ કરવામાં આવી હતી. તેનું સ્ટાઈલિંગ ખૂબ જ શાર્પ છે, જે પાતળા ફ્યૂઅલ ટેંકથી ચાલે છે. રિયરમાં મોટરસાયકલની ફ્રેમ પણ દેખાઈ રહી છે, પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે તે પ્લાસ્ટિક પેનલ્સથી કવર કરવામાં આવશે. ફુટપેગ્સ થોડા પાછળની તરફ પોઝિશન કરવામાં આવ્યા છે, જેને કારણે તેની રાઈડિંગ પોઝિશન સ્પોર્ટી અને આરામદાયક લાગે છે.

Tork T6Xમાં ફુલ્લી ડિજિટલ TFT ઈન્સ્ટ્રુમેન્ટ કંસોલની સાથે સ્માર્ટફોન કનેક્ટિવિટી આપવામાં આવી શકે છે. Tork T6Xના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અપ અને રિયરમાં મોનોશૉક આપવામાં આવી શકે છે. બાઈકના વ્હિલ્સ એલોયથી લેસ હશે અને ડિસ્ક બ્રેક આપવામાં આવશે. Tork T6Xની કોમ્પિટિશન 200cc મોટરસાયકલ્સ Bajaj Pulsar NS200, TVS Apache RTR 200 4V જેવી બાઈક્સ સાથે થશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા